એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિતિક રોશન (Hrithik Roshan) એ તેની નાની પદ્મા રાનીને ગુમાવી દીધી છે. ગુરુવારે બપોરે લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. જો રિતિકની માતા પિંકી રોશને (Pinky Roshan) સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નજર કરીએ તો તેમણે તેમની માતા પદ્મા રાનીની (Padma Rani Last few years photos) ઘણી તસવીરો છે જે જોઇને તેમનાં અંતિમ દિવસોમાં તેમની હાલત કેવી હતી તેનો અંદાજો લગાવી શકાય છે.
આપને જણાવી દઇએ કે, પતિનાં નિધન બાદથી પદ્મા રાનીની તબિયત નાજૂક થા લાગી હતી. ગત બે વર્ષથી તેઓ સંપૂર્ણ બેડ રિડન હતાં. અને રોશન પરિવારની સાથે જ રહેતા હતાં. પિકીએ 22 એપ્રિલ 2022નાં તેની માતાનો આ ફોટો શેર કર્યો હતો જેને કેપ્શમાં તેમણે લખ્યું હતું કે, 'વગર શરતે પ્રેમ આપવા બદલ લવ યૂ મમ્મી. મારા સૌથી ખાસ લોકો મમ્મી અને પાપા'
પદ્મા રાની બોલિવૂડનાં દિગ્ગજ ફિલ્મ મેકર જે ઓમ પ્રકાશ મેહરાનાં પત્ની હતાં. જેમનું નિધન 2019માં થઇ ચૂક્યું છે. 8 મેનાં રિતિક રોશનની માતા પિંકી રોશને સોશિયલ મીડિયા પર પદ્મા રાનીની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેમને કેક ખવડાવતી નજર આવી રહી છે. પિંકીએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, 'મા ખાસ હોય છે, લવ યૂ મોમ'