તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘરે ઘરે જાણીતું બનેલું નામ છે. આ શો અને તેની સ્ટારકાસ્ટથી લગભગ કોઈ ભારતીય પારિવાર અજાણ નથી. આ શો દેશના સૌથી લોકપ્રિય શોની યાદીમાં શામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુપરહિટ ટેલિવિઝન સિટકોમ તેના 13મા વર્ષમાં છે. તારક મહેતાની સફળતા પાછળ આ શો દ્વારા વ્યક્ત થતી ભારતીય સમાજની જીવનશૈલી છે. શોમાં રહેલા પાત્રોનું જીવન સમાજના પ્રતિબિંબ સમાન છે. જેથી લોકોને તારક મહેતા કા ઉલટા ચશ્મા શો ખૂબ જ ગમ્યો છે.
તારક મહેતાની ગોકુલધામ સોસાયટી જેમ વારંવાર ચર્ચામાં રહે છે, તે જ રીતે શોના કલાકારો પણ અંગત જીવનને લઈ અવારનવાર ચર્ચા રહેતા હોય છે. તેમના અંગત જીવન અંગે જાણવાનો રસ પણ લોકોને હોય છે. ખાસ કરીને પોતાના પ્રિય કલાકારો આ શો થકી કેટલું કમાય છે? જાણવાની ઉત્સુકતા તેમનામાં ખૂબ જ હોય છે. જેથી અહી દિલીપ જોશી, શૈલેષ લોઢા, મંદાર ચંદવાડકર, મુનમુન દત્તા ઉર્ફે બબીતા, અમિત ભટ્ટ સહિતના કલાકારોને એપિસોડ દીઠ કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.