નવી દિલ્હી: ગાયક-રેપર હની સિંહ (Yo Yo Honey Singh)ની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) ગંભીર આરોપ લગાવતા હૃદેશ સિંહ (હની સિંહ) તેના માતાપિતા, નાની બહેન વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલૂ હિંસા, માનસિક ત્રાસ અને આર્થિક શોષણનો આરોગ લગાવ્યો છે. શાલિનીએ અરજીમાં લખ્યું છે કે લગ્ન બાદ સતત તેણી ઘરેલૂ હિંસાનો શિકાર બનતી રહી છે. ઉલ્લેખનીય છે કે લાખો દિલો પર રાજ કરતા હની સિંહ પર કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેની પત્ની શાલિનીએ વળતર તરીકે મોટી રકમ માંગી છે. (તસવીર: @yoyohoneysingh/sheenz_t/Instagarm)
ઉલ્લેખનીય છે કે શાલિની તલવાર તરફથી ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહને 28 ઓગસ્ટ સુધી જવાબ દાખલ કરવાની નોટિસ પાઠવી છે. આ દરમિયાન કોર્ટે શાલિનીની તરફેણમાં વચગાળાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે હની સિંહની સંયુક્ત માલિકીની સંપત્તિ મામલે કોઈ જ નિર્ણય કરવા પર રોક લગાવી છે. (તસવીર @yoyohoneysingh/Instagarm)