Home » photogallery » મનોરંજન » 40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

નિયમિત આ ઉપાય કરશો તો તમારી સ્કિન નીખરવા લાગશે. અને ટાઇટ પણ થશે. એવું કહેવામાં કંઇ જ મોટી વાત નથી કે તમે જો 40ની ઉંમરનાં હશો તમે 20 વર્ષનાં યુવાન લાગવા લાગશો.

विज्ञापन

  • 16

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજકાલ ઘરની બહાર નીકળવું પાર્લર જઇને ફેશિયલ કરાવવું અઘરું થઇ ગયું છે. આ કોરોનાનાં સમયમાં ઘરે રહીને પોતાનાં નીખાર માટે જાતે જ ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ માટે આપને કોઇ વધુ ખર્ચો પણ કરવો નહીં પડે અને સાથે જ સ્કિન નિખરવા લાગશે. ગમે તેટલી ઉંમર વધી ગઇ હશે. ચહેરા પર કરચલીઓ આવી ગઇ હશે. પણ જો નિયમિત આ ઉપાય કરશો તો તમારી સ્કિન નીખરવા લાગશે. અને ટાઇટ પણ થશે. એવું કહેવામાં કંઇ જ મોટી વાત નથી કે તમે જો 40ની ઉંમરનાં હશો તમે 20 વર્ષનાં યુવાન લાગવા લાગશો.

    MORE
    GALLERIES

  • 26

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    આ માટે શ્રેષ્ઠ ઉપાય છે મલાઇ. મલાઈ આપણા શરીરના સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. સ્કિનની કોઇપણ સમસ્યા કેમ ન હોય તેમાં મલાઈ લગાવવાથી કેવી અસર થશે તેના ઉપયોગ વિશે આપણે માહિતી મેળવીશુ.

    MORE
    GALLERIES

  • 36

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર :- મલાઈ એ આપણી રફ સ્કિન માટે સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝરનું કાર્ય કરે છે. તેમા સમાવિષ્ટ ઓઈલી ગુણનાં કારણે ચામડી પર એક લેયર બની જાય છે. જેથી તે સ્કિનનાં મોઈશ્ચરને લોક કરી દે છે અને શુષ્ક અને ઠંડા પવનમા પણ સ્કિન ચમકવા લાગે છે.

    MORE
    GALLERIES

  • 46

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    ખીલ અને દાગની સમસ્યા થાય છે દૂર :- જો તમારી સ્કિન ઓઇલી છે અને તમને ખીલની સમસમ્યા છે તો મલાઈમા થોડો લીંબુનો રસ ઉમેરીને લગાવો. એકાદ બે કલાક બાદ મોઢુ ધોઈ લો. ત્યારબાદ તેનાથી સ્કિન પર રહેલાં ખીલ અને દાગ ઝડપથી દૂર થવા લાગશે.

    MORE
    GALLERIES

  • 56

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    કરચલીઓની સમસ્યા થાય છે દૂર :- તમારી આંખોની આસપાસ અને મોઢા પર પડતી કરચલીઓને દૂર કરવાં પણ મલાઈ અસરકારક સાબિત થાય છે. રાત્રે દૂધની તાજી મલાઈમાં સહેજ ચોખાનો લોટ ઉમેરીને મોઢા પર તેનો લેપ લગાવો. 15 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવું. તમારા મોઢા પર એક આકર્ષક ચમક દેખાશે.

    MORE
    GALLERIES

  • 66

    40ની ઉંમરે પણ ત્વચા નીખરશે 20 વર્ષ જેવી, લગાવો ઘરમાં મળતી આ મફત વસ્તુ

    ચામડીને રાખે છે યુવા :- નિયમિત મોઢા પર મલાઈ લગાવવાથી સ્કિન ટાઇટ રહે છે. અને તમે મોટી ઉંમરે પણ યુવા દેખાવો છો. તેમા સમાવિષ્ટ પ્રોટીન અને વિટામિન સ્કિનમાં રાસાયણિક પરિવર્તન લાવે છે, જેનાથી સ્કિન યંગ રહે છે.

    MORE
    GALLERIES