હોળીનો તહેવાર (HOLI 2022) આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો તમામ રંગોમાં રંગાઈ રહ્યા છે. કેટલાક ફૂલોથી હોળી રમી રહ્યા છે, તો કેટલાક તેમના પ્રિયજનોને રંગોથી રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીવી અને બોલિવૂડ સેલેબ્સ (bollywood celebrities) પણ રંગોના રંગમાં ડૂબેલા છે, પરંતુ કેટલાક સેલેબ્સ એવા છે જે હોળી નથી રમતા. આ લિસ્ટમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), રણવીર સિંહ (Ranveer Singh), ટાઈગર શ્રોફ (Tiger Shroff) ના નામ સામેલ છે. આજે અમે તમને જણાવીએ કે, આ સેલેબ્સ હોળીનો તહેવાર કેમ નથી ઉજવતા.
'બલમ પિચકારી' પર જોરદાર હોળી રમી ચૂકેલા રણબીર કપૂરને વાસ્તવિક જીવનમાં હોળી રમવી બિલકુલ પસંદ નથી. એવું કહેવાય છે કે, કપૂર પરિવારની હોળી પાર્ટીઓમાં બધા જોવા મળે છે, પરંતુ રણબીર કપૂર ત્યાંથી ગાયબ હોય છે. કરીના કપૂરની જેમ તે પણ રાજ કપૂરને ખૂબ મિસ કરે છે. એવું પણ કહેવાય છે કે, બલમ પિચકારીના શૂટિંગ દરમિયાન તે રંગોને કારણે જરા પણ કમ્ફર્ટેબલ નહોતો.