Holi 2022 :આ વર્ષે દેશભરમાં 18 માર્ચે હોળી (Holi 2022)ની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીનો તહેવાર તમામ માટે મહત્વનો બની રહેતો હોય છે. 1975ના ક્લાસિક 'શોલે'ના લોકપ્રિય ગીત 'હોલી કે દિન' માં જે રીતે ગાવામાં આવ્યુ છે કે હોળીના દિવસે બધાના દિલ મળી જતા હોય છે. હોળીમાં પરિવાર, મિત્રો તમામ સાથે મળીને તહેવાર ઉજવે છે. આપણી જેમ સેલેબ્સ પણ હોળી (Celebrity Holi)ના તહેવારને પ્રેમ અને જોય સાથે સેલિબ્રેટ કરતા હોય છે. આ વર્ષે વિકી કૌશલ-કેટરિના કૈફથી લઈને તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રા સુધીના કેટલાક સેલિબ્રિટી કપલ (Celebrity Couples Holi) પ્રથમ વખત એકસાથે રંગોનો તહેવાર પ્રથમ વખત પોતાના પાર્ટનર સાથે ઉજવશે.
વિકી કૌશલ- કૈટરિના કૈફ (vicky kaushal and katrina kaif) - વિકી અને કેટરિના જેમણે ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં શાહી રીતે લગ્ન કર્યા હતા. આ વખતે આ આ ક્યૂટ કપલ લગ્ન પછીની તેમની પ્રથમ હોળી સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે. તેમના રોમેન્ટિક ફોટોઝ પરથી અંદાજ લગાવી શકાય છે કે તેમની હોળી કેટલી ખાસ બની રહેશે.