વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કારકિર્દીની દમદાર શરૂઆત કરનારી હિના ખાને ‘કસૌટી ઝિંદગી કી’, ‘નાગિન 5’, ‘બિગ બોસ’, ‘ખતરોં કે ખિલાડી’ સહિતના ટીવી શો કર્યા છે. તેણે ‘ડેમેજ્ડ 2’ વેબ સિરીઝથી ઓટીટી ડેબ્યુ કર્યું છે. તો ‘સ્માર્ટફોન’, ‘હેકડ’, ‘અનલોક’, ‘વિશલિસ્ટ’, ‘લાઈન્સ’ જેવી ફિલ્મો પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, હિના ખાનને તાજેતરમાં ‘આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્ઝ 2021’માં ‘આઈકોનિક એક્ટ્રેસ ઇન અ વેબ ફિલ્મ (Lines)’ એવોર્ડ મેળવ્યો છે. (Photo- Instagram/realhinakhan)
આ એવોર્ડ તેણે પોતાના સદગત પિતાને સમર્પિત કર્યો છે. તેણે પિતાના ફોટો સાથે ટ્રોફીનો ફોટો પાડી શેર કરતાં લખ્યું કે, ‘ડેડ .. તમે જ્યાં પણ છો .. હું શ્યોર છું કે તમે જાણો છો કે અહીં સુધીની મારી જર્ની તમારા વગર શક્ય ન બની હોત .. એક વ્યક્તિ, માનવી તરીકે કે વ્યવસાયિક રીતે .. બધું તમને આભારી છે.’ (Photo- Instagram/realhinakhan)