ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક હિના ખાન (Hina Khan) પોતાની અદાઓથી સૌકોઈનું ધ્યાન ખેંચી લે છે. હિના પોતાના અભિનય ઉપરાંત ખૂબસૂરત અદાઓ માટે પણ જાણીતી છે. હિનાએ કરાવેલા લેટેસ્ટ ફોટોશૂટમાં (Hina Khan Photoshoot)તે એટલી સુંદર લાગી રહી છે કે ફેન્સ તેની વાહવાહી કરતા થાકતા નથી. (ફોટો- Instagram/realhinakhan)
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી જાણીતી બનેલી હિના ખાને ‘નાગિન 5’ (Naagin 5), ‘બિગ બોસ’ (Bigg Boss), ‘કસૌટી ઝિંદગી કી’ (Kasauti Zindagi Kay 2) જેવા ગણ્યાગાંઠયા ટીવી શો કર્યા છે પણ તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. હિના ખાન હાલ ફિલ્મો અને વેબ સિરીઝમાં નસીબ અજમાવી રહી છે અને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. (ફોટો- Instagram/realhinakhan)