હાલનાં દિવસોમાં સ્મોલ સ્ક્રિન પર કોઇની સ્ટાઇલ ચર્ચામાં હોય તો તે છે હિના ખાન. હિના તેનાં ધમાકેદાર મ્યૂઝિક વીડિયોને કારણે ઘણી જ લાઇમલાઇટમાં છે. તેનો મ્યૂઝિક વીડિયો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાવાળી હિના ખાનની ઇનસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે. હિનાએ પર્પલ કલરનો પલ્લવી ગોયેલનો ડિઝાઇનર શૂટ પહેર્યો છે. સાથે મેચિંગ ઇયરિંગ્સ અને વાળમાં ગજરો તેનાં લૂકમાં ચાર ચાંદ લગાવી દે છે. આપને જણાવી દઇએ કે હિના ખાન તેનાં બોયફ્રેન્ડ રોકી જાયસવાલ સાથે હાલમાં લંડનમાં છે તે અહીં એખ ચેરિટી ઇવેન્ટ માચે આવી છએ. જ્યાં તે આ લૂકમાં નજર આવી હતી.