હિના ખાન (Hina Khan): ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’થી હિના ખાને એક અલગ ઓળખ ઊભી કરી હતી. ત્યારબાદ તેણે અનેક સીરિયલમાં કામ કર્યું છે. હિના ખાન ‘કસોટી જિંદગી કી’ સીરિયલમાં પણ જોવા મળી હતી. આ સીરિયલના એક એપિસોડ માટે હિના ખાનને રૂ. 2 લાખ થી રૂ. 2.15 લાખ મળતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિના ખાનના કો-સ્ટાર પાર્થે એક એપિસોડ માટે રૂ. 1 લાખ લીધા હતા.