Year Ender 2021: વર્ષ 2021 માં, કોવિડ -19 મહામારીને કારણે મોટાભાગના સમય માટે થિયેટર બંધ રહ્યા હતા. જો કે, કેટલીક બોલીવુડ ફિલ્મો (Bollywood Movies Box Office 2021) થિયેટરોમાં ભવ્ય રીતે રજૂ કરવામાં આવી હતી અને આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઉદ્યોગ માટે નવી આશા તરીકે ઉભરી હતી. આવો, નવા વર્ષની ઉજવણી પહેલા, વર્ષ 2021માં સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ મૂવીઝ (Highest grossing Bollywood Movies 2021) વિશે જાણીએ.
અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' 10 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને તેણે અત્યાર સુધીમાં 31.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આયુષ્માન ખુરાના અને વાણી કપૂર અભિનીત આ રોમેન્ટિક ફિલ્મે વર્ષ 2021ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં 5મું સ્થાન મેળવ્યું છે. તે હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે.