શાહિદ કપૂર અને મીરા રાજપુતનાં દીકરા ઝૈનની પહેલી તસવીર સામે આવી છે. જેમાં બંને દીકરાને લઇને ઘરે જઇ રહ્યાં છે. નનકડાં મેહમાનનાં આવ્યા બાદ આ જોડીએ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાની ખુશી જાહેર કરી હતી. પત્ની મીરાની મદદ કરતો નજર આવ્યો શાહિદ ઝૈનનાં આવ્યા બાદ શાહદિ-મીરાનો પરિવાર પૂર્ણ થઇ ગયો છે. નાનકડી મીશા પણ ભાઇને ઘરે તેડવા માટે ડેડી શાહિદ સાથે પહોંચી ગઇ હતી મીડિયા સામે પોઝ આપતાં સમયે શાહિદ અને મીરાં ખુબજ ખુશ નજર આવી રહ્યાં હતાં. તેમણે મીડિયાનું અભિવાદન પણ કર્યુ હતું.