1/ 5


હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી ઇશા દેઓલે બીજી દીકરીને જન્મ આપ્યો છે. ઇશાએ આ ખુશખબરી તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી દીકરીનાં નામનો ખુલાસો કર્યો છે. ઇશા દેઓલે તેની દીકરીનું નામ મિરાયા તખ્તાની રાખ્યું છે.
2/ 5


<br />પોસ્ટ દ્વારા ઇશાએ તેનાં ફેન્સને દુઆઓ માટે થેન્કયૂ કહ્યું છે, તેમણે પોસ્ટમાં કેપ્શન લખી છે કે, 'સૌનો ખુબ ખુબ આભાર, આપનાં પ્રેમ અને દુઆઓ માટે, ઇશાએ વર્ષ 2017માં દીકરી રાધ્યાને જન્મ આપ્યો છે. જ્યારે વર્ષ 2012માં તેણે ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતાં.'
3/ 5


ઇશા અને પતિ ભરત તખ્તાનીએ બીજા બાળકની જાહેરાત પણ સોશિયલ મીડિયા પર કરી હતી. ઇશાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર દીકરી રાધ્યાનો ફોટો શેર કરી લખ્યું હતું કે, 'હું ટુંક સમયમાં મોટી બહેન બનવાની છું'