Home » photogallery » મનોરંજન » Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનો જન્મ દિવસ. શ્રીદેવી વર્ષ 1985-1992 સુધી હિન્દી ફિલ્મોની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ હતી.

  • 110

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    Happy Birthday Sridevi : આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનો જન્મ દિવસ (Sridevi Birthday) છે. શ્રીદેવીએ આ દુનિયા છોડે સાડા ત્રણ વર્ષ થવાને માત્ર ગણતરીના દિવસ બાકી છે. પરંતુ આજે પણ તેમના ફેન્સ આ શોકમાંથી ઉગર્યા નથી. તેમની યાદ હજુ પણ તેમના હૃદયમાં તાજી છે.

    MORE
    GALLERIES

  • 210

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    તેમણે એક્ટ્રેસ તરીકે કમાલ કરી હતી, તેની સાથે જે એક ઉમદા વ્યક્તિત્વ પણ ધરાવતા હતા અને ફિટનેસનું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. તો જોઈએ શ્રીદેવી (Sridevi) વિશેની 10 અજાણી વાતો પર કરીએ એક નજર.

    MORE
    GALLERIES

  • 310

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    શ્રીદેવી એક દિગ્ગજ કલાકાર હતા. બોલિવુડની પહેલી સુપર સ્ટાર જેણે સ્ટિવન સ્પિલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મમાં મહત્વનો રોલ ઓફર થયો હતો. જે માટે તેણે ના પાડી હતી કારણ કે, તે બોલિવુડ છોડવા માંગતી ન હતી.

    MORE
    GALLERIES

  • 410

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    તેમની આદતોની વાત કરીએ તો અંગત જીવનની વાત કરીએ તો તેઓ ઘણા હેલ્થ કોન્સિયસ હતા. મતલબ એ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. પોતાના ડાયેટ ચાર્ટથી અલગ કંઈ જ ખાતા નહોતા.

    MORE
    GALLERIES

  • 510

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    શ્રીદેવીને જાણનારા કહે છે કે ખાવા પર ખૂબ જ ધ્યાન રાખનારા શ્રીદેવીને મહેમાનગતિનો ખૂબ જ શોખ હતો. તેમને ઘર આવેલા મહેમાનોને ખાવાનું ખવડાવવાનો ખૂબ જ શોખ હતો. તમને જણાવી દઈએ કે, જ્યારે તેમણે હિન્દી ફિલ્મોમાં કામ શરૂ કર્યું ત્યારે તેણે હિન્દી ભાષા આવડતી ન હતી.

    MORE
    GALLERIES

  • 610

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    એક વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મુજબ, જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ અસિન, શ્રીદેવીની બિલ્ડિંગમાં રહેવા આવી તો તેઓ અનેકવાર અસિન માટે સાઉથ ઈન્ડિયન ડિશ બનાવીને લઈ જતા હતા. શ્રીદેવીને તેના કરિયરના શરૂઆતમાં ઘણાં ધનવાન એનઆરઆઈના લગ્નના માંગા આવતા હતા. શ્રી દેવી તમિલ, તેલુગુ, ઈંગ્લિશ અને હિન્દી ચારેય ભાષા જાણતી હતી.

    MORE
    GALLERIES

  • 710

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    ખાવાનું ખવડાવવાની આદત ઉપરાંત જો શ્રીદેવીના સ્વભાવની વાત કરીએ તો તેઓ ઘણા શરમાળ હતા. તેઓ પ્રાઇવસી પસંદ કરતા હતા જેથી પોતાના પરિવારની સાથે સારો સમય પસાર કરી શકે. શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, તે તેની માતા, સાવકા ભાઈને સાચવતી હતી.

    MORE
    GALLERIES

  • 810

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    શ્રીદેવીએ તેની બંને દીકરીઓ જાહ્નવી અને ખુશીનું નામ બોની કપૂરની ફિલ્મો જુદાઈ (1997) અને હમારા દિલ આપ કે પાસ હા (2002)ની હિરોઈનોનાં નામ પરથી રાખ્યા છે. તે વર્ષ 1985-1992 સુધી હિન્દી ફિલ્મોની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ હતી.

    MORE
    GALLERIES

  • 910

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    પોતાના શરમાળ સ્વભાવના કારણે શ્રીદેવીને લટ નાઇટ પાર્ટીઓમાં જવાનું બિલકુલ પસંદ નહોતું. પરંતુ ફેમિલી ફંક્શનમાં તેઓ હંમેશા જોવા મળતા હતા.

    MORE
    GALLERIES

  • 1010

    Happy Birthday Sridevi : શ્રી દેવી તેના પરિવારમાં એકલી કમાનારી હતી, શ્રીદેવી વિશેની અજાણી વાતો

    બાઝીગર ફિલ્મમાં શ્રીદેવીને પહેલા ડબલ રોલ ઓફર થયો હતો. પણ બાદમાં મેકર્સે તે માંડી વાળ્યું કારણ કે, તેમને ડર હતો કે ઓન સ્કિન શ્રીદેવીને શાહરૂખ કાનના હાથે મરતી જોવું કદાચ તેમના ફેન્સ પસંદ ન કરતા. શ્રી દેવીએ વર્ષ 1989માં આવેલી ફિલ્મ ચાંદનીમાં પહેલી વખત પોતાના ડાયલોગ્સ ડબ કર્યા હતા.

    MORE
    GALLERIES