Sonarika Bhadoria: 'દેવો કે દેવ મહાદેવ'ની પાર્વતીની આ હોટ તસવીરો આપનાં હોશ ઉડાવી દેશે
Happy Birthday Sonarika Bhadoria: સોનારિકા ભદોરિયા સ્મોલ સ્ક્રિનનાં સૌથી રોમાંચક શો 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીનાં પાત્રથી ઓળખ મળી. અને તે સ્ટાર નબી ગઇ. આ પહેલાં સોનારિકા 'પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી' અને 'ઇશ્ક મે મરજાવાં' જેવાં શોમાં પણ કામ કરી ચૂકી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિન પર દેવી પાર્વતીનાં રોલથી ફેમસ થયેલી સોનારિકા ભદોરિયાનો આજે જન્મ દિવસ છે. 3 ડિસેમ્બર 1992માં જન્મેલી સોનારિકા સ્મોલ સ્ક્રિન પર મોટું નામ છે. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાએ વર્ષ 2011થી તેનાં એક્ટિંગ કરિઅરની શરુઆત કરી હતી. તુમ દેના સાથ મેરા શોમાં તે સૌથી પેહલાંનજર આવી હતી. આ શોમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાએ સ્મોલ સ્ક્રિન પર દેવી પાર્વતીનાં રોલથી ઓળખ મળી. દેવો કે દેવ મહાદેવ શોથી સફળતાની સાથે જ સોનારિકા સ્ટાર બની ગઇ હતી. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાએ પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી અને ઇશ્ક મે મરજાવાં જેવાં શોમાં કામ કરી ચુકી છે. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે તેલુગુ સિનેમામાં વર્ષ 2015માં ડેબ્યુ કર્યું હતું. તેણે Speedunnodu નામની તેલુગુ ફિલ્મ કરી હતી. જેમાં તેની એક્ટિંગનાં લોકોએ વખાણ કર્યા હતાં. તેની તેલુગુ Eedo Rakam Aado Rakam ફિલ્મ સુપર હિટ રહી હતી. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાએ વર્ષ 2018માં ટીવીની સૌથી ચહિતી 20 હિરોઇનની લિસ્ટમાં શામેલ કરવામાં આવી હતી. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને પોતાની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે. (PHOTO: Sonarika/Instagram)


એક વખત સોનારિકા તેની એક તસવીરે કારણે ટ્રોલ થઇ હતી જેમાં તેણે બિકિની પહેરી હતી. તેને ટ્રોલ એટલે કરવામાં આવી હતી કારણે કે તેણે પાર્વતીનું પાત્ર અદા કર્યું હતું અને તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાએ એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે તે એવાં કપડાં રોલ મેળવવાં માટે નથી પહેરતી. ન તો તે પાર્વતીનાં કિરદાર બાદ તેનો બોલ્ડ લૂક સૌને બતાવવાં ઇચ્છે છે. (PHOTO: Sonarika/Instagram)


સોનારિકાનું કહેવું હતું કે, આજનાં સમયની તે યુવતી છે જેમ ટીવી પર અલગ અલગ પ્રકારનાં કિરદાર નિભાવે છએ તેમ તેમ તે તેનાં અંગત જીવનમાં પણ અલગ અલગ પ્રકારનાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. (PHOTO: Sonarika/Instagram)


એક વખત સોનારિકાએ જણાવ્યું હતું કે, એક 23 વર્ષનાં યુવકે તેનો નંબર સોફ્ટવેરની મદદથી શોધી કાઢ્યો હતો. અને તેને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આવું ધણાં મહિનાઓ સુધી ચાલ્યું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, તે સોનારિકાનો કોઇ સાઇકો આશિક હતો જે તેને ખુબ પ્રેમ કરતો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો હતો. (PHOTO: Sonarika/Instagram)