Home » photogallery » મનોરંજન » HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

Rekha life story: અચાનક જયા સેટ પર પહોંચી અને રેખાને અમિતાભ સાથે વાત કરતા જોઈ તો તેમને એટલો ગુસ્સો આવ્યો કે, તેમણે કંઈ પણ પૂછ્યા વિના રેખાને એક જોરદાર થપ્પડ લગાવી દીધો.

  • 16

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    HBD Rekha: બોલિવૂડની અત્યંત સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી રેખાનો (Rekha Birthday) આજે જન્મદિવસ છે. રેખા આટલી ઉંમરે પણ પોતાનું ફિગર અને સુંદરતા જાળવી શકી છે. એની હમઉમ્ર અભિનેત્રીઓ કરતાં રેખા વધુ યુવાન અને સુંદર દેખાય છે. 1954ના ઓક્ટોબરની 10મીએ ચેન્નાઇમાં રેખાનો જન્મ (Rekha Birth in Chennai) થયો હતો. બોલિવુડમાં કેટલાક સિતારા એવા છે, જેના જીવનમાં સૌથી રસપ્રદ વાત જ તેમના જીવનની કડવી યાદ બની ગઈ હોય. જેમા રેખાનો પણ સમાવેશ થાય છે. રેખા અને જયા બચ્ચનની (Amitabh wife Jaya Bachchan) લાઇફના એક ચેપ્ટરમાં તેઓ ઘણાં સારા મિત્રો રહ્યા હતા અને હવે જયા અને રેખા એકબીજાની સામે આવવું પણ પસંદ નથી.

    MORE
    GALLERIES

  • 26

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    કહેવામાં આવે છે કે, રેખા અને જયા બચ્ચન પોતાનો રૂમ શેર કરતા હતા. તે સમયે રેખા જયાને 'દીદીભાઈ' બોલાવતી હતી. આ મધુર સંબંધમાં એવી કડવાસ ભેળવાઈ કે બધુ બદલાઈ ગયું. રેખાએ જયાના બોયફ્રેન્ડ અને બાદમાં પતિ બનેલા અમિતાભની સાથે એક ફિલ્મ મળી. જે બાદ ત્રણેનો સંબંધ અલગ જ દિશામાં ગયો.

    MORE
    GALLERIES

  • 36

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    રેખાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, અમિતાભની સાથે આ પહેલી મુલાકાતે એની પર જાદૂ કરી દીધો હતો. એક અલગ સ્ટાઈલની સાથે ખુરશી પર બેસવુ, પોતાની પર્સનલ વાતો, પોતાના ઈમોશનને કોઈની સામે આવવા ના દેવા જેવા અમિતાભની દરેક વાતનો જાદુ તેમના ઉપર છવાઈ ગયો.

    MORE
    GALLERIES

  • 46

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    રેખાએ એમપણ કહ્યું કે, અમિતાભ અને તેમની જોડી ખૂબ જામી. 10 ફિલ્મો સાથે કર્યા બાદ તેમની કહાની ફિલ્મી પરદાથી બહાર પણ આવી ગઈ. તમામ મસાલા સાથે કેટલાય પ્રકારની વાતો કરવામાં આવી. એકસ્ટ્રા મેરિટલ અફેર પર બનેલી ફિલ્મ સિલસિલામાં રેખા અને તેમની દીદીભાઈ જયા પણ સાથે હતી. કહેવાય છે કે, આ ફિલ્મ તેમની જીંદગીનો જ અરીસો છે.

    MORE
    GALLERIES

  • 56

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    એક એવો પણ કિસ્સો ચર્ચાય છે કે, રામ-બલરામના પ્રોડ્યુસર ટીટો ટોની અમિતાભ બચ્ચન અને રેખાની જોડીને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પરંતુ જ્યારે જયાએ તેમને રેખાની જગ્યાએ કોઈ બીજી અભિનેત્રીને લેવાની સલાહ આપી તો તે માની ગયા. જે બાદ ટોનીએ રેખાની જગ્યાએ ઝીનત અમાનને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો.પરંતુ જ્યારે એ વાતની જાણકારી રેખાને મળી તો તે ફી લીધા વિના કામ કરવા તૈયાર થઈ ગઈ. ત્યારે પ્રોડ્યુસરે તેમની વાત માની લીધી અને તેમને જ રોલ આપવાનું કહી દીધુ.

    MORE
    GALLERIES

  • 66

    HBD Rekha: એક સમયે રેખા જયા બચ્ચનને કહેતી હતી 'દીદીભાઈ', જાણો રસપ્રદ વાતો

    જ્યારે ફિલ્મની કાસ્ટિંગ સામે આવ્યું તો, જયા બચ્ચન ઘણુ ગુસ્સે થઈ તે સેટ ઉપર કહ્યા વિના પહોંચી જતી અને અમિતાભને રેખાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતી. એક દિવસ આવી જ રીતે અચાનક ફિલ્મના સેટ પર જયા પહોંચી અને રેખાને અમિતાભ સાથે વાત કરતા જોઈ તો તેમને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે કંઈ પણ પૂછ્યા વિના રેખાને એક જોરદાર થપ્પડ લગાવી દીધો.

    MORE
    GALLERIES