એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિના ખાન (Hina Khan) ટીવીની ટોપની એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ છે. તેણે ઘણી નાની ઉંમરે તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. આજે હિના ખાન તેનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે. તે એવાં સ્ટારની લિસ્ટમાં શામેલથાય છે જે એક્ટર નહોતી બનવાં માંગતી. પણ કિસ્મતને કંઇક અલગ જ મંજૂર હતું. હિના ખાન લાંબા સમયથી ટીવી વર્લ્ડમાં છે અને તેનાં ટેલેન્ટનાં દમ પર તેણેઆ સ્થાન બનાવ્યું છે. એક ટિપિકલ કેરેક્ટરથી ઓળખમાં જકડાયેલી હિના ખાન માટે ન ફક્ત તેની ઇમેજ તોડવી અઘરું કામ હતું. પણ પોતાનાં નવાં લૂકને સ્ટાઇલિશ અવતાર ફેન્સને પસંદ આવવો પણ એક ટાસ્ક હતું.