મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ રેખા (Actress Rekha)ની આજે 66મી બર્થ ડે છે. તેમણે હજી સુધી 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેમના માટે આ સફર એટલો સરળ નથી રહ્યો. પોતાની દિગકશ સુંદરતા અને મૃગનૈની જેવી આંખોથી રેખાએ અનેક લોકોને પોતાના દિવાના કર્યા છે. તે બોલિવૂડના યંગ સ્ટાર હોય કે તેના સમકાલીન હિરો. જો કે આટલી બધી ફેમની સાથે જ રેખાના જીવનમાં મુશ્કેલીઓ પણ આપાર આવી છે. ફોટો- ન્યૂઝ 18
રેખાએ 1966માં તેલુરુ ફિલ્મ રંગુલા રત્નમમાં એક બાળ અભિનેત્રી તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી. મુખ્ય અભિનત્રી તરીકે તેની પહેલી ફિલ્મ સાવન ભાદો હતી જે 1970માં આવી હતી. પોતાના કેરિયરના શરૂઆતી વર્ષોમાં રેખાના લૂકને લઇને ખૂબ જ આલોચના થતી હતી. 1970માં દાયકામાં બોલિવૂડમાં તે એક સેક્સ સિમ્બોલ તરીકે ઊભરી હતી. ફોટો- ન્યૂઝ 18
રેખા માતા પિતા લગ્ન નહતા કર્યા. રેખા તેના લગ્નની બહાર રાખેલા સંબંધોથી કરવામાં આવેલ બાળક હતું. રેખાના પિતાએ અનેક વર્ષો સુધી તે વાતનો અસ્વીકાર કર્યો હતો કે રેખા તેમનું જ બાળક છે. તે રેખાને અભિનેત્રી તરીકે પણ નહતા જોવા માંગતા પણ પરિવારની નાણાંકીય પરિસ્થિતિના કારણે રેખાને શાળા છોડવી પડી અને ફિલ્મોમાં કામ કરવું પડ્યું. ફોટો- ન્યૂઝ 18
1978માં રિલિઝ ફિલ્મ ઘરમાં રેખાએ એક રેપ પીડિતાનો રોલ ભજવ્યો હતો. આ તેમના કેરિયરની એક મહત્વની ઉપલબ્ધિ બની ગયો હતો. આ ફિલ્મમાં રેપ પીડિતોનો સંધર્ષ બતાવવામાં આવ્યો હતો. વિનોદ મેહરાના પ્રેમથી તે કેવી રીતે ઠીક થાય છે તે આ ફિલ્મની કહાની છે. આ ફિલમ માટે તેમને પહેલો ફિલ્મ ફેર એવોર્ડ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે મળ્યો હતો. ફોટો ન્યૂઝ 18