અમિતાભ બચ્ચન અને જીનત અમાને એકસાથે 'ડૉન', 'દોસ્તાના', 'રામ-બલરામ' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. તેમની જોડી ફિલ્મ 'પુકાર'માં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું ગીત 'સમંદર મે નહા કે'માં ઓનસ્ક્રીન સિઝલિંગ કેમિસ્ટ્રીએ ધમાલ કરી દીધી હતી. એકવાર 'સુપર ડાન્સર' રિયાલિટી શો પર પહોંચી જીનતે શૂટિંગનાં દિવસોને યાદ કરતાં સમયે જણાવ્યું હતું કે ગીતનું શૂટિંગ ગોવામાં થયું હતું અને આ ગીત મારા દિલની ખૂબ જ નજીક છે.
70-80ના દાયકાની ખૂબ જ ગ્લેમરસ એક્ટ્રેસ પરવીન બાબીની સાથે અમિતાભની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. અમિતાભ-પરવીનની જોડીએ 'ખુદ્દાર', 'કાલિયા' સહિત ઘણી હિટ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. એક ઈન્ટરવ્યુમાં પરવીને અમિતાભનાં તારીફનાં પૂલ બાંધતા જણાવ્યું હતું કે, પોતાના જીવનમાં સૌથી વધારે ઇમ્પ્રેસ અમિતાભથી થઈ હતી. જોકે બાદમાં સિઝોફ્રેનિયા નામની ગંભીર બીમારીથી પીડિત થઈ તો અમિતાભ પર જાનથી મારી નાંખવાનો આરોપ પણ લગાવ્યો હતો.
અમિતાભ અને જયા ભાદુડીની જોડીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અમિતાભ અને જયાની ફિલ્મ બંસી ઓર બિરજૂમાં પહેલીવાર કામ કર્યુ હતું. 1 સપ્ટેમ્બર 1970માં રિલીઝ થયેલી ફિલ્મ વિશે ખુદ અમિતાભે પોતાના ઈન્સ્ટાગ્રામમાં જાણકારી આપી હતી. આ જોડી પડદાંમાંથી પસાર થઈને અસલ જીવનની જોડી બની અને અમિતાભ-જયા ખુશહાલ દામ્પત્ય જીવન ગુજારી રહ્યા છે.