એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિશાલ વીરુ દેવગણ આજ છે અજય દેવગણ (Ajay Devgn)નું સાચુ નામ. અજય દેવગણ આજે તેનો 52મો જન્મ દિવસ (Happy Birthday Ajay Devgn) ઉજવી રહ્યો છે. અજય તેની એક્શન સ્ટાઇલની સાથે સાથે તેનાં શોખને કારણે પણ જાણીતો છે. તેણે તેની એક્ટિંગનાં દમ પર 2 નેશનલ એવોર્ડ પોતાનાં નામે કર્યા છે. અજયે તેનાં કરિઅરની શરૂઆત વર્ષ 1991માં કરી હતી. તે બાદ તેણે જિગર,સંગ્રામ, દિલવાલે,દિલજલે, હમ દિલ દે ચુકે સનમ, ગોલમાલ, સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. અને આજે પણ તે હિટ ફિલ્મો આપે છે. 51 વર્ષનો અજય ઘણી મોટી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે. તે તેનાં અનોખા સેન્સ ઓફ હ્યૂમરની સાથે સાતે તેનાં ક્લાસી ચોઇસ અને મોંઘા શોખને કારણે જાણીતો છે. પ્રાઇવેટ જેટથી લઇ કરોડો રૂપિયાની કારનાં મોંઘા શોખ ધરાવે છે અજય દેવગણ
અજય દેવગણ જલદી જ રાજામૌલીની ફિલ્મ 'આર આર આર'માં પણ નજર આવશે. આ ઉપરાંત અજય 'સૂર્યવંશી' અને 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં પણ લિડ રોલમાં નજર આવશે. અજય દેવગણનાં જન્મ દિવસે ચાલો જાણીએ તેનાં પાંચ સૌથી મોંઘા શોખ વિશે. જેનો ભાવ સાંભળીને તમારું આંખો પહોળી થઇ જશે.
અજય દેવગણની શાનદાર વેનિટી વેન- અજય દેવગણની પાસે બોલિવૂડની સૌથી ફેન્સી વેનિટી વેનમાંથી એક છે. આમ તો વેનિટી વેનમાં મેકઅપ રૂમથી લઇ આરામ કરવાની જગ્યા હોય છે પણ અજય દેવગણની આ સ્પેશલ વેનિટી વેનમાં ઓફિસ, એક રૂમ, એક કિચન અને જિમ પણ છે. જ્યાં તે વર્કઆઉટ કરી શકે છે.
લંડનવાળો બંગલો- અજય દેવગણની પાસે લંડનનાં પ્રસિદ્ધ પાર્કલેનમાં એક પોશ બંગલો પણ છે. જેનો ભાવ 54 કરોડ રૂપિયાની આસપાસ છે. અજય દેવગણનાં બંગલાની બાજુમાં જ શાહરૂખ ખાનનો બંગલો છે.
પ્રાઇવેટ જેટ- ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ મુજબ, અજય દેવગણ બોલિવૂડમાં પ્રાઇવેટ જેટ ખરીદનારો સૌથી પહેલો સ્ટાર છે. અજયની પાસે સિક્સ સીટર Hawker 800 એરક્રાફ્ટ છે. જેને તે ઘણી વખત તેનાં શૂટિંગ, ફિલ્મ પ્રમોશન કે પર્સનલ યૂઝ માટે વાપરતો હોય છે. અજયનાં આ પ્રાઇવેટ જેટનો ભાવ આશરે 84 કરોડ રૂપિયા છે.
રોલ્સ રોયનો માલિક છે અજય- અજય દેવગણની ગાડીઓનો કાફલો ઘણો મોટો છે. Rolls Royce Cullinan પણ તેનાં લિસ્ટમાં શામેલ છે. આ ગાડીનો ભાવ આશરે 7 કરોડ રૂપિયા છે. આ લક્ઝુરિયસ SUV કાર ખરીદનાર અજય દેવગણ ત્રીજો ભારતીય છે.