પોર્ન વિડીયો કેસમાં રાજ કુન્દ્રા (Raj Kundra)ને જામીન પર છોડવામાં આવ્યો છે. બીજી તરફ એક્ટ્રેસ ગહેના વશિષ્ઠ (Gehana Vasisth)અને શર્લિન ચોપરા (Sherlyn Chopra) આ કેસને લઈને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટી પર નિશાનો સાધ્યા બાદ ગહેના વશિષ્ઠે તેની ઝાટકણી કાઢતાં કહ્યું કે, શર્લિન આ ફક્ત પબ્લિસિટી માટે કરી રહી છે. એટલું જ નહીં, શર્લિને શિલ્પાના બિઝનેસમેન હસબન્ડ રાજ કુન્દ્રાને પૂજવું જોઈએ જેની મદદથી તેણે ઘણી કમાણી કરી છે.
અલ્ટ બાલાજીની સિરીઝ ‘ગંદી બાત’થી જાણીતી બનેલી ગહેનાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શિલ્પા અંગે પર્સનલ કમેન્ટ કરીને શર્લિન ચોપરા સમાચારોમાં છવાઈ રહેવાનો પ્રયત્ન કરી રહી છે. ‘તેની પાસે બીજું કંઈ કામ નથી અને આ તે સમાચારોમાં ચમકવા માટે કરી રહી છે. શર્લિન આ સ્ટન્ટ એટલે કરી રહી છે જેથી બોલ્ડ કન્ટેન્ટને લઈને તેના પર આરોપ ન મૂકવામાં આવે. પણ હવે તે શિલ્પા શેટ્ટી પર પર્સનલ કમેન્ટ કરી રહી છે. બીજી તરફ શિલ્પા તો એના પર માનહાનિનો કેસ કરે એટલું પણ મહત્વ નથી આપતી.’
આ અગાઉ જ્યારે શિલ્પા શેટ્ટીએ પોલિસને એવું કહ્યું હતું કે તે પોતાના પતિના બિઝનેસ અંગે અજાણ હતી ત્યારે શર્લિને તેની મજાક ઉડાડતા કહ્યું હતું કે, ‘કેટલીક રિપોર્ટ મુજબ, દીદી એવું કહી રહી છે કે તે પોતાના પતિની નીચ પ્રવૃત્તિઓ વિશે અજાણ હતી. દીદી એવું પણ કહી રહી છે કે તે તેના પતિની એસેટ્સ વિશે નથી જાણતી. આમાં કેટલી સચ્ચાઈ છે એ તમે સમજી શકો છો.’