

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર છે. ફિલ્મ ફુકરે (Fukrey)માં ભોલી પંજાબનનાં ગ્રુપમાં બોબીનો રોલ અદા કરનાર એક્ટર ઓલાનોકિયોટન ગોલાબો લ્યૂક્સ (Olanokiotan Gbolabo Lucas)એ દુનિાયને અલવિદા કહી દીધી છે. શનિવારે તેમનું નિધન થઇ ગયુ છે. તેમનાં નિધનનાં સમાચાર સાંભળીને ઇન્ડસ્ટ્રીમાં તેમની સાથે કામ કરી ચુકેલાં લોકોને આચકો લાગ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત ઘણાં લોકો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.


ફિલ્મ ફુકરે (Fukrey)માં ચૂચાનો રોલ અદા કરનાર વરૂણ શર્માએ ઓલાનોકિયોટન ગૉલાબો લ્યૂકસ (Olanokiotan Gbolabo Lucs)ની એક તસવીર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં તેમણે લખ્યું છે કે, 'આપ સૌ લોકોને ભારે હૈયે આ કહેવું પડી રહ્યું છે કે, ખુબજ કરીબી મેમ્બર લ્યૂકસ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.'


પુલકિત સમ્રાટ એટલે કે ફુકરેનાં હનીએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લ્યૂકસની સાથે તેની જુની તસવીર શેર કરી છે. અને લખ્યું છે કે, 'તમે હમેશાં યાદ આવશો લ્યૂકસ, આ ઠીક નથી થયું. ભગાન તમારી આત્માને શાંતિ આપે.'


ફરહાન અખ્તરે પણ ટ્વિટ કરીને લખ્યું છે કે 'ફુકરેમાં બોબીનો કિરદાર અદા કરનાર ઓલાનોકિયોટન ગૉલાબો લ્યૂકસનું નિધન થઇ ગયું છે. તેમનાં પરિવારની સાથે સંવેદના, તમે યાદ આવશો.'આપને જણાવી દઇએ કે 'ફુકરે' ને ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાનીએ મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનાં લિડ એક્ટર અલી ફઝલ, પુલકિત સમ્રાટ, ઋચા ચડ્ઢા, વરૂણ શર્મા અને મંજોત સિંહ છે. આ ફિલ્મને મૃગદીપ સિંહ લાંબા ડિરેક્ટ કરી રહ્યાં હતાં.