Bollywood Actors Bodyguard : બોલીવુડ સ્ટાર્સ જેવું નેમ-ફેમ મેળવવું કોને ન ગમે. જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે જેટલું મોટુ નામ, તેટલો જ જીવને વધુ ખતરો. જી હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંડરવર્લ્ડની હાજરી કોઇ નવી વાત નથી. સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને સલમાન ખાનને મળેલી ધમકી તેના લેટેસ્ટ ઉદાહરણ છે. તેવામાં બોલીવુડ સ્ટાર્સ પોતાની સુરક્ષા પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આજે અમે તમને કેટલાંક એવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેમના બૉડીગાર્ડ તેમની સાથે પડછાયાની જેમ રહે છે અને તેના માટે કરોડો રૂપિયાની સેલરી પણ મેળવે છે.
અમિતાભ બચ્ચનનો બૉડીગાર્ડ જિતેન્દ્ર શિંદે : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચહેરો છે. ભારતમાં જ નહીં દુનિયાભરમાં તેમના કરોડો ફેન્સ છે. આ જ કારણ છે કે અમિતાભ જ્યાં પણ જાય છે તેમના ફેન્સ ત્યાં પહોંચી જાય છે. તેથી જ અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ જિતેન્દ્ર શિંદે દરેક સમયે તેમની સાથે રહે છે. એક રિપોર્ટ અનુસાર બિગબી જિતેન્દ્રને દર વર્ષે આશરે 1.5 કરોડ રૂપિયા સેલરી આપે છે.
શાહરૂખ ખાનનો બૉડીગાર્ડ રવિ સિંહ : બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના બૉડીબિલ્ડર બૉડીગાર્ડ રવિ સિંહની સેલરી સાંભળીને તમારા હોશ ઉડી જશે. કિંગ ખાન સાથે દરેક સમયે પડછાયાની જેમ રહેતા રવિ સિંહ, શાહરૂખ માટે કંઇ પણ કરી શકે છે. પોતાની સુરક્ષા માટે શાહરૂખ ખાન દર વર્ષે રવિને આશરે અઢી કરોડ રૂપિયા સેલરી આપે છે.
સલમાન ખાનનો બૉડીગાર્ડ શેરા : સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દબંગ ખાન છે. લોકો તેને ઘણુ માન આપે છે. હાલમાં જ તેને અને તેના પિતા સલીમ ખાનને ધમકી મળી હતી. તે બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક ક્ષણે સલમાન સાથે જોવા મળતા તેના બૉડીગાર્ડ શેરા પોતે જ એક સેલિબ્રીટી બની ગયો છે. તે વર્ષ 1987માં મિસ્ટર મુંબઇ જૂનિયર રહી ચુક્યો છે અને 1988માં મિસ્ટર મહારાષ્ટ્ર જૂનિયરનો સેકન્ડ રનર અપ રહી ચુક્યો છે. સલમાનની સુરક્ષા માટે શેરા વર્ષે 2 કરોડ રૂપિયા ફી લે છે.
દીપિકા પાદુકોણનો બૉડીગાર્ડ જલાલ : બૉલીવુડની ટૉપ એક્ટ્રેસમાંથી એક દીપિકા પાદુકોણની પોપ્યુલારિટી દુનિયાભરમાં છે. એરપોર્ટમાંથી બહાર નીકળવા દરમિયાન તેને ભીડ ઘેરી લે છે. તેવામાં એક્ટ્રેસની સુરક્ષાની જવાબદારી તેના બૉડીગાર્ડ જલાલ પર આવે છે. દીપિકા પાદુકોણ પોતાના બૉડીગાર્ડ જલાલને દર વર્ષે 1.2 કરોડ રૂપિયા સેલરી આપે છે.