જાણો, સલમાનથી લઇને દીપિકા સુધી બોલિવૂડ સેલિબ્રિટીઝ બોડીગાર્ડને કેટલી ફી આપે છે
સલમાન ખાનથી લઇને દીપિકા પદુકોણ સુધી દરેક અભિનેતા અને અભિનેત્રીઓ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે. આ તમામ બોલિવુડ સેલિબ્રિટીઝ પોતાના ફેન્સને મળે છે, ત્યારે તેમની સાથે હંમેશા બોડીગાર્ડ હોય છે. જેવી રીતે બોડીગાર્ડ બોલિવુડ સેલિબ્રિટીઝનું ખૂબ જ ધ્યાન રાખે છે, તે રીતે સેલિબ્રિટી પણ તેમની ફીનું સંપૂર્ણ ધ્યાન ધ્યાન રાખે છે. કારણ કે, સેલિબ્રિટીઝના બોડીગાર્ડ હોવું કોઈ નાની વાત નથી, પરંતુ તેમણે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સલમાન ખાન- સલમાન ખાનના બોડીગાર્ડ શેરા વિશે દરેક વ્યક્તિ જાણતી હશે. અનેક વર્ષોથી શેરા સલમાન ખાન સાથે છે જેથી હવે તે સલમાન ખાનના પરિવારના સભ્યની જેમ રહે છે. સલમાન શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા ફી આપે છે તથા શેરા સિક્યુરિટી ફર્મ પણ ચલાવે છે.

દીપિકા પાદુકોણ- દીપિકા પાદુકોણના બોડીગાર્ડ છે જલાલ. રણવીર અને દીપિકાના લગ્નમાં ભલે કોઈપણ સંબંધી હાજર નહોતા, પરંતુ જલાલ લગ્નના તમામ ફંક્શનમાં હાજર હતા. દરેક રક્ષાબંધન પર દીપિકા જલાલને રાખડી બાંધે છે. મીડિયા રિપોર્ટ, અનુસાર દીપિકા બોડીગાર્ડ જલાલને વાર્ષિક રૂ.1 કરોડ ફી આપે છે.

અનુષ્કા શર્મા- અનુષ્કા શર્માના બોડીગાર્ડ છે પ્રકાશ સિંહ, જે તેમની સાથે હંમેશા જાહેર સ્થળ હોય કે શૂટિંગ સેટ, પ્રકાશ હંમેશા તેમની આસપાસ હાજર રહે છે. અનુષ્કા બોડીગાર્ડ પ્રકાશને વાર્ષિક રૂ. 1.2 કરોડ ફી આપે છે.

શાહરૂખ ખાન- શાહરૂખ ખાનના બોડીગાર્ડ છે રવિ સિંહ, જે છેલ્લા નવ વર્ષથી કિંગ ખાનની સુરક્ષા કરે છે. શાહરૂખ રવિ સિંહને પરિવારના સદસ્યની જેમ માને છે. બોલિવુડના બોડીગાર્ડમાં રવિ સિંહ સૌથી અધિક પૈસા કમાનાર બોડીગાર્ડ છે. કિંગ ખાન રવિ સિંહને વાર્ષિક રૂ.2.6 કરોડ પગાર આપે છે.

કૈટરીના કૈફ- કૈટરીના કૈફ પર્સનલ સિક્યોરિટી અંગે સૌથી અધિક ભરોસો બોડીગાર્ડ દીપક સિંહ પર કરે છે. દીપક સિંહ અગાઉ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રહી ચૂક્યા છે. કેટરીના દીપકને વાર્ષિક રૂ.1 કરોડ પગાર આપે છે.

અક્ષય કુમાર- અક્ષય કુમારની સુરક્ષાની જવાબદારી બોડીગાર્ડ શ્રેયસ ઠેલે પર છે. અક્ષય કુમાર બોડીગાર્ડ શ્રેયસને વાર્ષિક રૂ. 1.6 કરોડ આપે છે.