અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટે ગુરુવારે સગાઇ કરી લીધી છે. બંનેની સગાઇની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેવામાં સગાઇ બાદ અનંતના મુંબઇ સ્થિત ગર એંટીલિયા (Antilia)માં એક શાનદાર પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીની ઘણી તસવીરો સામે આવ્યા છે જેમાં ધમાકેદાર સેલિબ્રેશન સાથે સાથે મહેમાનોની ચમક-ધમક પણ જોવા મળી રહી છે.