મુંબઈ : ભારતમાં આજે પણ જયારે અરેન્જ્ડ મેરેજ (Arranged Marriage)ની વાત આવે ત્યારે એ બાબતનું ધ્યાન ચોક્કસ રાખવામાં આવે છે કે, છોકરા (Boy)ની ઉંમર છોકરી (Girl) કરતા વધુ હોવી જોઈએ. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. ઘણા પરિવારો એવા છે જેઓ આ પરંપરાને પ્રાધાન્ય આપતા આવ્યા છે. પરંતુ બોલીવુડ (Bollywood)માં એવી કેટલીક અભિનેત્રીઓ (Actresses) છે, જેમણે આ પરંપરાને સાઈડ પર મૂકીને પોતાનાથી નાની ઉંમરના હીરો (Hero)ને પોતાના લાઈફપાર્ટનર (Life Partner) બનાવવા માટે પસંદ કર્યા છે.
પ્રિયંકા ચોપડા નિક જોનાસ (Priyanka Chopra and Nick Jonas) - બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ દેશી ગર્લ તરીકે દેશમાં ઓળખ મેળવા બાદ હોલીવુડમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે. પ્રિયંકા ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ થયો હતો. જયારે પ્રિયંકાએ પોતાના લાઈફપાર્ટનર તરીકે જેને પસંદ કર્યો તે લોકપ્રિય અમેરિકન ગાયક, ગીતકાર અને અભિનેતા નિકોલસ જેરી જોનાસ (નિક જોનાસ)નો જન્મ 16 સપ્ટેમ્બર 1992ના રોજ થયો હતો. એટલે કે પ્રિયંકા કરતા નિક 10 વર્ષ નાનો છે. પ્રિયંકા ચોપડાએ મે 2018 માં નિકને ડેટ કરવાનું શરૂ કર્યું અને આ દંપતીએ ઓગસ્ટ 2018 માં સગાઈ કરી અને ડિસેમ્બર 2018 માં જોધપુર પેલેસમાં પરંપરાગત હિન્દુ અને ખ્રિસ્તી બંને વિધિથી લગ્ન કર્યા. હાલમાં જ આ કપલ સરોગસી દ્વારા એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જે અંગે પ્રિયંકાએ 22 જાન્યુઆરી,2022ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેના ફેન્સને માહિતી આપી છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય (Abhishek Bachchan and Aishwarya Rai) - બૉલીવુડ એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયનો જન્મ 1 જાન્યુઆરી, 1973ના રોજ થયો હતો અને અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ થયો હતો. આમ આ બંને પતિપત્ની વચ્ચે 3 વર્ષનો ફરક છે. ઐશ્વર્યા અભિષેક કરતા 3 વર્ષ મોટી છે. આ દંપતી 20 એપ્રિલ, 2007 થી સુખી લગ્ન જીવન જીવે છે અને તેમને એક પુત્રી આરાધ્યા બચ્ચન છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર (Bipasha Basu and Karan Singh Grover) - એક્ટ્રેસ બિપાશા બાસુનો જન્મ 7 જાન્યુઆરી, 1979ના રોજ થયો હતો અને તેનો પતિં અને એકત્ર કરણ સિંહ ગ્રોવરનો જન્મ 23 ફેબ્રુઆરી 1982ના રોજ થયો હતો. આમ, આ બિપાશા કરણ કરતા 3 વર્ષ મોટી છે. 2008માં પ્રથમ વખત શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કરનાર ગ્રોવરે 10 મહિના પછી તેને છૂટાછેડા આપી દીધા અને એપ્રિલ 2012માં જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા. આ કપલ 2 વર્ષ પછી અલગ થઈ ગયું અને બાદમાં ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જયારે અભિનેત્રી બિપાશાના કરણ સાથેના આ પહેલા લગ્ન છે.
ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત (Dhanush and Aishwarya Rajinikanth) - ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતની જોડી હાલમાં ચર્ચામાં છે કારણ કે, તેમણે 17 જાન્યુઆરી, 2022ના રોજ લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી છે. ધનુષ કરતા ઐશ્વર્યા એક વર્ષ મોટી છે. ધનુષનો જન્મ 28 જુલાઈ 1983ના રોજ થયો હતો, તેણે ભારતીય સિનેમાના પીઢ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.
નમ્રતા શિરોડકર અને મહેશ બાબુ (Namrata Shirodkar and Mahesh Babu) - નમ્રતા શિરોડકરનો જન્મ 22 જાન્યુઆરી, 1972ના રોજ થયો હતો અને મહેશ બાબુનો જન્મ 9 ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. નમ્રતા કરતા તેનો પતિ મહેશ બાબુ 3 વર્ષ નાનો છે. નમ્રતા અને મહેશ બાબુ પહેલી ફિલ્મના શૂટિંગ સમયથી એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંનેએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યા અને 2005માં લગ્ન કર્યા. આ દંપતીને એક પુત્ર ગૌતમ કૃષ્ણ અને પુત્રી સિતારા છે.