એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં સોની ટીવી પરનો શો શાર્ક ટેંક ઇન્ડિયા (Shark Tank India) સૌથી લોકપ્રિય શો બની ગયો છે. સૌ કોઇ તેને જુએ છે. અને તેમાં આવતાં શાર્ક અંગે વાત કરે છે. હવે આ શાર્ક્સ ઘર ઘરમાં ફેમસ થઇ ગયા છે. તેમનાં કટાક્ષ, ફની તો ક્યારેક સામે વાળાને ઉતારી પાડતાં તો ક્યારેક તેનાં વખાણ કરતાં રૂપ લોકોએ જોયો છે. ત્યારે ચાલો આ શાર્ક્સની કંપની અને તેમની નેટવર્થ વિશએ વાત કરીએ.
અમન ગુપ્તા- કંપની- બોટ (BoAt) નેટ વર્થ- 700 કરોડ રૂ. : અમને કેલોંગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી તેનું ભણતર પૂર્ણ ખર્યું. અને તે બોટનો કો ફાઉન્ડર છે. સમિર મહેતા અને અમન ગુપ્તાએ મળીને જાન્યુઆરીમાં 2016માં બોટની સ્થાપના કરી હતી. તેણે ફ્રી કલ્ટર, બુમર, સ્કિપી આઇસ પોપ, શીપરોકેટ,વિક્ડગડ, અનવેશન અને 10ક્લબમાં પણ રોકાણ કર્યું છે. તેની નેટવર્થ 700 કરોડની આસપાસ છે.
પિયુષ બંસલ- કંપની- લેન્સકાર્ટ (Lenskart)- નેટવર્થ- 600 કરોડ રૂ. : પિયુષ બંસલની નેટવર્થ 600 કરોડ રૂપિયા છે તેણે લેન્સકાર્ટની સ્થાપના કરી તે પહેલાં તે ઇનફિડો અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ડેઇલીઓબજેક્ટ.કોમ માં રોકાણ કર્યું છે. વર્ષ 2010માં તેણે અમિત ચૌધરી અને સુમિત કપાહી સાથે મળીને લેન્સકાર્ટની સ્થાપના કરી હતી. તે વર્ષ 2007 પહેલાં USમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં કામ કરતો હતો. વર્ષ 2007માં તેણે જોબ છોડવાનો નિર્ણય કર્યો. અને વર્ષ 2010માં તેણે તેની કંપની લેન્સકાર્ટની સ્થાપના કરી. આજે લેન્સકાર્ટની નેટવર્થ 1 બિલિયન ડોલર છે.
અનુપમ મિત્તલ- કંપની- પિપલ ગ્રુપ (People Group)- નેટવર્થ- 185 કરોડ રૂ.: ઇકોર્મસ ઇન્ડસ્ટ્રીનો વેલનોન બિઝનેસમેન છે અનુપમ, તે શાર્ક ટેંક ઇન્ડિયાનો જજ છે. અનુપમ શાદી.કોમનો ફાઉનડર છે. મિતલે ઓલા (OLA)માં રોકાણ કર્યું છે. આ સીવાય તે, ઇલેકટ્રિક પે, કેશ બૂક અને લિસ્ટ. તેણે ઇનવેસ્ટમેન્ટ કર્યું છે તેની નેટવર્થ 185 કરોડ રૂપિયા છે.
નમિતા થાપર- કંપની- એમક્યોર ફાર્માસ્યુટિકલ (Emcure Pharmaceuticals)- નેટવર્થ- 600 કરોડ રૂ.: નિમિતા થાપર ઇન્ડિયન બિઝનેસ વૂમન છે જે એમક્યોર ફાર્માસ્યૂટિકની CEO છે. તેની નેટવર્થ 600 કરોડ રૂપિયા છે. આ સીવાય તે, ગ્લેક્સોસ્મિથલાઇન, ગાઇડન્ટ કોર્પોરેશન જેવી કંપનીમાં ફાઇનાન્સ અને માર્કેટિંગ જુએ છે. તેણે વર્ષ 2017માં વૂમન અહેડ લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ઇકોનોમિક્સ ટાઇમ્સનો 40 અન્ડર ફોર્ટીમાં પણ તે શામેલ થઇ હતી.
અશનિર ગ્રોવર- કો ફાઉન્ડર- ભારત પે (BharatPe)- નેટવર્થ- 700 કરોડ રૂ. : અશનિર ગ્રોવરએ IIT દિલ્હી અને IIM અમદાવાદમાંથી તેનું ભણતર પૂર્ણ કર્યું છે. તે ભારત પેનો કો-ફાઉન્ડર અને MD છે. આ ઉપરાંત તે શાશ્વત નકરાનીનો પણ કો ફાઉન્ડર છે. તેણે વર્ષ 2018માં ભારત પે બનાવ્યું હતું. તે દેશમાં 75 લાખ મર્ચન્ટને સર્વ કરે છે. જે 150થી વધુ શહેરોમાં ફેલાયેલાં છે. તેણે વર્ષ 2015માં માં પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું. આ પહેલાં તે, અમેરિકન એક્સપ્રેસનો ચિફ ફાઇનાન્સ ઓફિસર હતો. તેણે ગ્રોફર્સ કંપનામાં પણ ચિફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કર્યું છે. તેણે ઘણી બધી કંપનીમાં ઇનવેસ્ટમેન્ટ કર્યું છે. જેમ કે ઇન્ડિયા ગોલ્ડ, ધ હોલ ટ્રૂથ, OTO કેપિટલ અને ફ્રન્ટ રો. અશનિર 40 વર્ષમાં બિલિયોનેર બન્યો છે. તે યંગેસ્ટ બિલિયોનેરની લિસ્ટમાં પણ શામેલ છે.
ગઝલ આઘ- કંપની- મમ્માઅર્થ (Mamaearth)- નેટવર્થ- 148 કરોડ રૂ. : ગઝલ મમ્મા અર્થની ચીફ મમ્મા છે. તેણે ભારતની પહેલી ટોક્સિન ફ્રી બેબી કેર બ્રાન્ડ તૈયાર કરી છે. ગઝલ કંપનીનાં પ્રોડ્ક્ટ ડેવલોપ્મેન્ટ અને કોમ્યુનિટી મેનેજમેન્ટનું કામ સંભાળે છે. તે મમ્મા અર્થની CEO અને કો ફાઉન્ડર છે. તેનાં કંપનીની નેટવર્થ 148 કરોડ રૂપિયા છે
વિનિતા સિંઘ- કંપની: સુગર કોસ્મેટિક્સ (SUGAR Cosmetics)- નેટવર્થ- 59 કરોડ રૂ. : સુગર કોસ્મેટિકની કોફાઉન્ડર છે. તેની કંપનીની નેટવર્થ 59 કરોડ રૂપિયા છે. તેને IIT મદ્રાસ અને IIM અમદાવાદમાંથી તેનું ભણતર પૂર્ણ કર્યુ છે. તેણે ઇનવેસ્ટમેન્ટ બેંકની 1 કરોડની જોબ છોડી દીધી કારણ કે તેને પોતાનો જ બિઝનેસ શરૂ કરવો હતો.