નવી દિલ્હી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને બોલિવૂડ એક્ટ્રેસ રીના રોયના (Reena Roy) એક્સ હસબન્ડ મોહસીન ખાન (Mohsin Khan) આ દિવસોમાં ચર્ચામાં છે. હકીકતમાં, તેના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તેણે રીના રોય સાથે છૂટાછેડા અંગે અનેક ખુલાસા કર્યા હતા. તમને જણાવી દઈએ કે, રીના અને મોહસીનના લગ્ન વર્ષ 1983માં થયા હતા અને માત્ર 7 વર્ષ બાદ 1990માં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.