નવી દિલ્હી: વર્ષ 1999માં 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીતનાર યુક્તા મુખીને (Yukta Mookhey) 3 વર્ષ પછી જ બોલિવૂડની ફિલ્મમાં કામ કરવાની તક મળી, જેનું નામ 'પ્યાસા' હતું. આ ડેબ્યૂ ફિલ્મમાં યુક્તા આફતાબ શિવદાસાની સાથે જોવા મળી હતી. યુક્તાએ તેની પ્રથમ ફિલ્મથી જ પડદા પર પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ આ પછીની સફર તેની કારકિર્દી માટે કંઈ ખાસ ન હતી અને સાથે જ તેનું અંગત જીવન પણ ઉથલપાથલથી ભરેલું હતું.
યુક્તાની ફિલ્મી કરિયર ઘણી ટૂંકી હતી. જ્યારે તે બોલિવૂડમાં સફળ ન થઈ શકી ત્યારે તેણે એક ભોજપુરી અને એક ઉડિયા ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ તેનો જાદુ ત્યાં પણ ચાલ્યો નહીં અને તે અચાનક જ પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડમાં તેની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેની ઊંચાઈ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, યુક્તાની લંબાઈ 6.1 છે. વર્ષ 2008માં જ યુક્તાએ ન્યૂયોર્ક સ્થિત બિઝનેસમેન પ્રિન્સ તુલી સાથે લગ્ન કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનાઓ પછી અભિનેત્રીની હાલત ખરાબ હતી અને આખરે જૂન 2014માં યુક્તા અને પ્રિન્સે છૂટાછેડા લીધા હતા. પુત્રની કસ્ટડી યુક્તા પાસે છે. યુક્તાએ વર્ષ 2019માં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, તે અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી, પરંતુ ત્યારથી તે ફરીથી સ્ક્રીન પરથી ગાયબ છે.