કબીર ખાન (Kabir Khan)ની સ્પોર્ટ્સ ડ્રામા '83' (Film 83) આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અભિનીત (Ranveer Singh Deepika Padukone Film) ફિલ્મે તેની રિલીઝ પહેલા ફિલ્મ વિવેચકો અને ફિલ્મ ઉદ્યોગના લોકોને પ્રભાવિત કર્યા છે. આવા સકારાત્મક પ્રતિસાદ સાથે, ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો માને છે કે તે 'સુપર બ્લોકબસ્ટર' હશે અને બોક્સ ઓફિસ (83 Box Office) પર 'ઇતિહાસ' રચશે. આ ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) તરીકે જોવા મળ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા, જેમણે ફિલ્મ '83' (83 Box Office Prediction) ની સ્ક્રિનિંગ જોઈ હતી, તે માને છે, “'83'માં તે બધું છે જે દર્શકો ફિલ્મમાં ઇચ્છે છે – રોમાંચ, ઉત્તેજના, આનંદ, હળવો ડ્રામા, લાગણીઓ છે અને સૌથી ઉપર એમાં દેશભક્તિ છે. માતૃભૂમિ પ્રત્યેની લાગણી એટલી ઊંચી છે કે, તમારી છાતી ગર્વથી ફૂલી જાય છે. તેમના મતે, ત્રણ મુખ્ય પાસાઓ જે બોક્સ ઓફિસ પર ઉત્તમ પરિણામો આપશે તે છે "રમતનું સંપૂર્ણ થ્રોટલ, દેશભક્તિની ભાવના અને રણવીર સિંહનું પ્રદર્શન."