એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત સુપરહિટ ટીવી સિરિયલ અનુપમામાં (Anupamaa) અનુજ અને અનુપમાનાં લગ્નની વિધિઓમાં ડ્રામા ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં બાપુજી અનુપમાના સંગીતમાં બેભાન થઈ જશે. બાપુજી બીમાર પડતાં જ ફરી એકવાર વનરાજ અનુપમા પર સવાલ ઉભો થશે. બીજી તરફ, અનુપમામાં 2 નવી એન્ટ્રીઓ થવાની છે. 2 નવા પાત્રોના આવવાથી અનુપમા અને અનુજના જીવનમાં મોટું પરિવર્તન થશે. તો ચાલો જાણીએ અનુપમામાં આ અઠવાડિયે કયા 5 મોટા ટ્વિસ્ટ (Five New Twist) તમારું મનોરંજન કરવા જઈ રહ્યા છે.
બાપુજીને બ્લેકમેલ કરશે અનુપમા- બાપુજીની તબિયતમાં થોડો સુધાર થશે પણ ડોક્ટરો તેમને વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપશે. બાપુજી મક્કમ રહેશે કે જ્યાં સુધી અનુપમાના લગ્ન નહીં થાય, ત્યાં સુધી તેઓ સારવાર નહીં કરાવે. અનુપમા તેમને મનાવવાનો પૂરો પ્રયત્ન કરશે પણ તેઓ એક પણ સાંભળશે નહીં. ગુસ્સામાં અનુપમા એવું સંભળાવશે કે જો બાપુજીની સારવાર નહીં થાય ત્યાં સુધી લગ્ન પણ નહીં કરે.