એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશ માટે પહેલો ઓસ્કર એવોર્ડ જીતનારા ભાનુ અથૈયાનું (Bhanu Athaiya) 91 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. આજે સવારે તેમનું નિધન થયું છે તેઓ છેલ્લાં 8 વર્ષથી બ્રેઇન ટ્યુમર (Brain Tumor) સામે જંગ લડી રહ્યાં હતાં. ભાનુનાં અંતિમ સંસ્કાર સાઉથ મુંબઇનાં ચંદનવાડી શ્મશાન ઘાટમાં થયા છે. ભાનુએ કોસ્ટ્યૂમ ડિઝાઇનર (costume designer) તરીકે 100થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યુ હતું
રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે બાનુ અથૈયાએ કોસ્ટ્યૂમ ડિઝાઇન કર્યા હતાં. જે માટે તેમને ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2012માં ભાનુ અથૈયાએ જાહેરાત કરી હતી કે તે તેમનો એવોર્ડ પોતાની પાસે રાખવા નથી માંગતી. તેમણે કહ્યું કે, તેમનો એવોર્ડ તેમનાં પરિવારવાળા કે ભારત સરકાર સંભાળી શકશે નહીં તેથી તે આ એવોર્ડ સંગ્રાહાલયમાં સુરક્ષિત રાખવાં ઇચ્છે છે.