એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં ભાઇજાન સલમાન ખાન (Salman Khan)નાં ભાઇ અરબાઝ ખાન (Arbaaz Khan), સોહેલ ખાન (Sohail Khan) અને દીકરા નિર્વામ ખાનને BMCનાં મુંબઇનાં બાન્દ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં ક્વૉરન્ટિન કરવામાં આવ્યાં છે. અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનાં દીકરા નિર્વાણ વિરુદ્ધ મુંબઇ પોલીસે સોમવારે (4 જાન્યુઆરી)નાં કોવિડ-19નાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો છે. તેમનાં પર કોરોના ગાઇડલાઇન્સની ઐસી તૈસી કરવાનો આરોપ છે.
જાણકારી મજુબ, અરબાઝ, સોહેલ અને નિ્રવાન 25 ડિસેમ્બરનાં જ દુબઇથી પરત આવ્યાં હતાં. નિયમો મજુબ તેમને સાત દિવસ માટે પોતાને ક્વૉરન્ટીન કરવાની હતી. આરોપ છે કે, અરબાઝ, સોહેલ અને નિર્વાન હોટલમાં પોતાને ક્વૉરન્ટીન જણાવીને ઘરે પરત ફરી ગયા હતાં. આ વાતની જાણકારી BMCનાં મેડિકલ અધિકારીને થતા તેમની ફરિયાદનાં આધારે ત્રણેય વિરુદ્ધ કોવિડ-19 એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. FIR ખાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.