Netflix એક ઓનલાઈન ટીવી પ્લેટફોર્મ છે. જેમાં તમે સાઈન કર્યા બાદ દર મહિને કેટલાક રૂપિયા ભરી ઓનલાઈન ટીવી, ફિલ્મો, ઓરિઝનલ ફિલ્મ જોઈ શકો છો. આની એપ અને સાઈટ પર પસંદગીની બોલિવુડ અને હોલિવુડની ફિલ્મો સાથે તમને ગમતી ટીવી સિરીયલ પણ જોઈ શકો છે. આમ તો આ પ્લેટફોર્મનો ઉપયોગ પૈસા ખર્ચીને કરી શકાય છે. આના માટે પ્લાન આપેલો છે. શરૂઆતનો પ્લાન 500 રૂપિયા છે, જ્યારે પ્રિમિયમ પ્લાન 800 રૂપિયા છે. જોકે, સામાન્ય ભારતીય યૂઝર્સ માટે આ મોટી રકમ છે.
જે રીતે Netflixની ધૂમ મચેલી છે, ખાસ કરીને તેના પર જોવા મળતી વેબ સિરીઝ ફિલ્મ લોકોને ખુબ પસંદ છે, જોકે આ ફિલ્મો જોવા માટે યૂઝર્સે તોડ શોધી લીધો છે. કેટલાએ એવા યૂઝર્સ છે, જે આ સુવિધાનો ફાયદો ફ્રીમાં 1 વર્ષથી ઉઠાવી રહ્યા છે. પરંતુ તે કેવી રીતે Netflixની સુવિધાનો ફાયદો ફ્રીમાં ઉઠાવી કંપનીને ચૂનો લગાવી રહ્યા છે? તે અમે તમને જણાવીએ.
ઉલ્લેખનીય છે કે, સાઈન ઈન કર્યા બાદ જ્યારે તમે કોઈ પ્લાન પસંદ કરો છો તો, Netflix યૂઝરને 30 દિવસ ફ્રીમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ મહિનો પૂરો થયા બાદ શરૂ થાય છે કંપનીને ચૂનો લગાવવાનો ખેલ. ફ્રીમાં પ્લાન લેવા માટે યૂઝરે પોતાની ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખવાની રહે છે, પરંતુ ડિટેલ નાખ્યા બાદ પૈસા નથી કપાતા.
પૈસા ત્યારે જ કપાશે જ્યારે 45 દિવસ બાદ તમે ફરીથી રિચાર્જ કરાવશો. એવામાં 30 દિવસ ખતમ થયા બાદ યૂઝર પોતાના અન્ય બેંકના કાર્ડનો ઉપયોગ કરીને ફરીથી Netflixની 30 દિવસની સુવિધાનો ઉપયોગ કરી લે છે. આજકાલ લોકો પાસે 4-5 ડેબિટ કાર્ડ હોય છે. આ રીતે તે અલગ-અલગ ઈમેલ આઈડીથી સાઈન ઈન કરીને દરેક બીજા બેંક કાર્ડની ડિટેલ નાખીને ફ્રીમાં આ સુવિધાનો ઉપયોગ કરી લે છે. કેટલાક લોકો તો આ રીતની સુવિધાનો ઉપયોગ કરી છેલ્લા એક વર્ષથી ફ્રીમાં Netflixની મજા લઈ રહ્યા છે, કદાચ કંપની આ વાતથી અજાણ છે કે પછી જાણી જોઈને ધ્યાન નથી આપી રહી. પરંતુ કંપનીને લોકો ચૂનો તો લગાવી જ રહ્યા છે.