એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 4 ફેબ્રુઆરીનાં પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાર્શ કરી કૂલ પાંચ આરોપીઓની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપ્રટી સેલે ધરપકડ કરી હતી. થોડા દિવસોની તપાસ બાદ 4 અન્ય આરોપીઓની ધરપકડ આ મામલે થઇ હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહીનાં એક અઠવાડિયા બાદથી જ સંદિગ્ધ કાર કેસ અને મનસુખ હિરેન હત્યાકાંડ બાદ મુંબઇ પોલીસ સવાલોનાં ઘેરામાં આવી ગઇ છે. જે બાદ તમામ ગંબીર આરોપ-પ્રત્યારોપ વચ્ચે મુંબઇ પોલીસનાં મુખ્યા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સિટી મુંબઇ પોલીસનાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઇ ગઇ હતી. (PHOTO: Instagram/ @rajkundra9)
આ આખાં મામલામાં પોર્નોગ્રાફી કેસ (Pornography Case)ની તપાસ આગળ ન વધી શકી. અને પ્રોપર્ટી સેલે એપ્રિલ 2021માં તેમની ચાર્જશીટ દાખલ કરી દીધી જેમાં રાજ કુન્દ્રા (Raj Kundra)નું નામ ન હતું. ચાર્જશીટ ફાઇલ થયા બાદ રાજ કુન્દ્રાને લાગ્યું હતું કે, પોર્ન રેકેટ મામલો સંપૂર્ણ શાંત થઇ ગયો છે અને તેની ટીમ બન્દાસ થઇને પ્લાન Bને અંજામ પર લાવવા કામ કરવાં લાગી. પણ ક્રાઇમ બ્રાન્ચનાં નવાં ઓફિસર્સે જ્યારે જૂન મહિનામાં જૂકા કેસ તપાસ્યા તો તેમનાં હાથમાં પોર્નોગ્રાફી કેસની ફાઇલ લાગી. (PHOTO: Instagram/ @rajkundra9)
ફાઇલમાં હાજર દસ્તાવેજ જ્યારે નવાં ઓફિસરે બારીકીથી વાંચ્યા તો પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા અને તેની કંપની હોટશોટ્સ હોવાનાં મોટા પુરાવા મળ્યાં હતાં. આ દરમિાયન તેમને ઉમેશ કામત અને રાજ કુન્દ્રા વચ્ચેની વોટ્સએફ ચેટ્સ પણ ફાઇલમાં મળી. જે આ વાત સાબિત કરવાં માટે પુરતી હતી કે રાજ કુન્દ્રા આ રેકેટનો માસ્ટરમાંઇન્ડ છે. આ પુરાવા હાથ લાગ્યા બાદ પ્રોપ્રટી સેલની ટીમે આ કેસ પર કામ કરવાનું શરૂ કર્યું અને રાજ કુન્દ્રા વિરુદ્ધ તેમણે ઘણાં મહત્વનાં પુરાવા મળી આવ્યાં. (PHOTO: Instagram/ @rajkundra9)
19 જુલાઇનાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી. જેનાં એક અઠવાડિયા પહેલાં આ કેસ કેવી રીતે આગળ વધારવાનો છે તે માટે મુંબઇ પોલીસનાં આલા અધિકારીઓ વચ્ચે અહમ બેઠક પણ થઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, સીધો અરેસ્ટ વોરન્ટ લઇ જવાની જગ્યાએ પહેલાં રાજ કુન્દ્રાનાં ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવે અને પુખ્તા પુરાવા મળ્યા બાદ જ કોઇ એક્શન લેવામાં આવે. (PHOTO: Instagram/ @rajkundra9)
જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોર્ટથી સર્ચ વોરન્ટ ઇશ્યુ કરવાં જાય છે અને બીજી ટીમ અંધેરી વેસ્ટમાં સ્ટેન્ડબાય મોડ પર તેમની રાહ જોવે છે. સર્ચ વોરન્ટ મળતા જ બપોરે આશરે 3 વાગ્યે સ્ટેન્ડબાય વાળી ટીમ રાજ કુન્દ્રાની વિયાન કંપનીની ઓફિસમાં સર્ચ કરવાનું શરૂ કરી દે છે. સર્ચ ઓપરેશનની જાણકારી મળતા જ રાજ કુન્દ્રા તેની ઓફિસે પહોંચે છે. સર્ચ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સર્વરમાંથી મોટી સંખ્યામાં પોર્ન વીડિયોઝ મળે છે. (PHOTO: Instagram/ @rajkundra9)
સર્ચ દરમિયાન સૌથી ચોકાવનારી ઘટના એ હોય છે કે, રાજ કુન્દ્રા બીજા સર્વર પર હાજર ડેટાને ડિલીટ કરવાનાં આદેશ રેયાન થોર્પેને આપે છે. અને બંને મળીને ઘણો ડેટા ડિલીટ પણ ખરી નાંખે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ આ માહિતી તેમનાં આલા અધિકારીઓને આપે છે. આલા અધિકારીઓને આ શંકા જાય છે કે ,રાજ કુન્દ્રા ભાગી શકે છે. તેથી તે તુરંત જ સેક્શન 41એ હેઠળ કુન્દ્રા અને રેયાનને નોટિસ બજાવે છે. રેયાન તે નોટિસ લઇ લે છે પણ કુન્દ્રા તે લેવાનો ઇન્કાર કરી દે છે. (PHOTO: Instagram/ @rajkundra9)
થોડા કલાકોનાં સર્ચ ઓપરેશન બાદ ચાન્સ લઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પ્રોપર્ટી સેલની ઓફિસે બોલાવે છે. રાજ કુન્દ્રા પોલીસની ગાડીમાં આવવાનો ઇન્કાર કરી દે છે. અને તેની ગાડીથી આવવાની વાત કરે છે. રાત્રે 8.00 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે તે પહોંચે છે. કારણ કે ક્રાઇમ બ્રાન્ચની પાસે પહેલાંથી જ તેનાં વિરુદ્ધ પુરાવા હોય છે જેમાં તેની 2 કલાક પૂછપરછ થાય છે બાદમાં કુન્દ્રાની ધરપકડ કી લેવામાં આવે છે અને તે બાદ રેયાનની ધરપકડ કરવામાં આવે છે. (PHOTO: Instagram/ @rajkundra9)