એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દુનિયાભરમાં આજે ફાધર્સ ડે (Father's Day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પિતાને સમર્પિત છે. તેમનાં ઉપકારોને યાદ કરી તેમને ખાસ બનાવવાનો આ દિવસ છે. ત્યારે આજે વાત કરીએ બોલિવૂડનાં તે પિતા વિશે જેમણે તેમનાં બાળકોને મોંઘી મોંઘી ગિફ્ટ આપી છે. એટલી મોંઘી કે કદાચ કોઇ પોતાની આખી જીંદગી પણ બચત કરે તો પણ ન કમાઇ શકે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા જ્યારે એક વર્ષની થઇ, ત્યારે પિતા અને માએ તેને મિની કૂપર ગિફ્ટ કરી હતી. તે સમયે તેની કિંમત 24 લાખ રૂપિયા હતી. જે બાદ તેણે દીકરીને દુબઇમાં હોલિડે હોમ ગિફ્ટ કર્યો હતો. જેની કિંમત 54 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. એટલું જ નહીં આરાધ્યા જ્યારે 4 વર્ષની હતી ત્યારે અભિષેક બચ્ચને આશરે 1.50 કરોડ રૂપિયાનાં ભાવ વાળી ઓડી A8 કાર ગિફ્ટ કરી હતી.
કરન જોહરે તેનાં જોડકા બાળકો યશ અને રુહીને એક નર્સરી ગિફ્ટ કરી હતી. જેને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી છે. આ નર્સરીમાં સુઇ જવા માટે બે બેડ્સ છે. આરામ કરવાં માટે સફેદ રંગનું કાઉચ છે. કાર્ટૂન્સથી ભરેલી એક સ્ટનિંગ વોલ ગેલરી છે. રમકડાં અને ફોટોફ્રેમ્સ છે. બાળકોનું આર્ટવર્ક અહીં મુકવામાં આવ્યું છે.