એન્ટરટેનમેન્ટ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની હીકો ટીમે 41 વર્ષો બાદ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખુશીના પ્રસંગે નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા બધા સેલેબ્સે જીત માટે અભિનંદન પાઠવ્યા છે, ત્યારે બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પણ ભારતની હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. જોકે આ સમયે તેનાંથી મોટી ભૂલ તઇ ગઇ અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો. કારણ કે ફરહાને પુરુષોની જગ્યાએ મહિલા હોકી ટીમની તસવીર શેર કરી મહિલા ટીમને જીતનાં અભિનંદન પાઠવ્યાં હતાં. જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું છે.
ફરહાને ઉતાવળમાં ટ્વિટર પર અભિનંદન આપતા લખ્યું હતું, ગો ગર્લ, ટીમ ઈન્ડિયા પર ફાઈટિંગ સ્પ્રિટ દેખાડવા અને ચોથો મેડલ લાવવા પર ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. સુપર. ટોક્યો ઓલિમ્પિક. ફરહાનની આ ટ્વીટ સામે આવતા જ તે ટ્રોલ થવા લાગ્યો, ત્યારબાદ તેણે પોતાની આ ટ્વીટ ડિલિટ કરી, સુધારાની સાથે ફરીથી ટીમને અભિનંદન આપ્યા હતા.