એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ અને વીજે શિબાની દાંડેકર આ દિવસોમાં બોયફ્રેન્ડ ફરહાન અખ્તરની સાથે માલદીવ્સમાં રજાઓ પર છે. આ જોડી રોમેન્ટિક સમય વિતાવી રહી છે. સાથે જ તેઓ આ સમયમાં ખુબજ મસ્તી પણ કરી રહી છે જેની ખબર તેમની તસવીરો પરથી પડી રહી છે. હાલમાં જ શિવાનીએ માલદીવ્સમાં તેનું હેપી પ્લેસ મળી ગયું છે.
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરની સાથે ફરહાનની દીકરી અકીરા અખ્તર પણ માલદીવ્સમાં છે. એવામાં ત્રણેય રજાઓની મજા લઇ રહ્યાં છે. ફરહાને તેની દીકરી અને શિબાનીની ફોટો શેર કરી છે. જેમાં ફરહાન લખે છે, બીચ ઓ બીચ.. જે બાદ ફરહાનની સ્કૂબા ડાઇવિંગ કરતાં વીડિયો પણ શેર કરી છે. વીડિયો શેર કરતાં ફરહાન લખે છે, 'પોતાની આત્માને ખુશ રાખો.'
ફરહાનની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે, 2019માં ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં નજર આવ્યો હતો. ફિલ્માં ફરહાનની સાથે પ્રિયંકા ચોપરા લિડ રોલમાં હતી. આ ફિલ્મ કંઇ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. હવે ફરહાન જલ્દી જ રાકેશ ઓમ પ્રકાશ મેહરાની ફિલ્મ 'તૂફાન'માં નજર આવશે. આ ફિલ્મમાં ફરહાનની સાથે મૃણાલ ઠાકૂર લિડ રોલમાં છે.