ફરદીન ખાન થયો Fat to Fit, ક્યારેક તેનાં જાડાપણા માટે થયો હતો Troll
આ તસવીરોમાં ફરદીન ખાન પહેલાં કરતાં ઘણો જ ફિટ નજર આવી રહ્યો છે. ફરદીન ખાન (Fardeen Khan Photos)ને તેનાં જુના અવતારમાં જોઇને ફેન્સ ખુશ છે. કારણ કે, જ્યારે આ પહેલાં ફરદીનખઆનની તસવીરો સાેમ આવી હતી તો તેને ઓળખવો મુશ્કેલ થઇ ગયો હતો.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ફરદીન ખાન (Fardeen Khan) હાલમાં ચર્ચામાં છે તે પણ તેનાં વજનને કારણે. આપને થશે કે શું તેનું વજન વધારે વધી ગયુ છે તો આપને જણાવી દઇએ કે, ના તે હવે પહેલાં જેવો શેપમાં આવી ગયો છે. તેને તેનાં જુના અવતારમાં જોઇને તેનાં ફેન્સ ખુશ છે. હાલમાં જ ફરદીનખાન ડિરેક્ટરથી ફિલ્મ નિર્માતા બનેલા મુકેશ છાબરા (Mukesh Chhabra)ની ઓફિસે પહોચ્યો હતો.


જ્યાંથી તેની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં ફરદીન ખાન પહેલાં જેવો જ જ્યારે તે ફિલ્મોમાં કામ કરતો હતો તે સમય જેવો જ ફિટ થઇ ગયો છે. (Fardeen Khan Photo) ફરદીનને તેનાં જૂના અવતારમાં જોઇને હવે તેનાં ફેન્સ ઘણાં જ ખુશ છે. ફરદિન એક સમયે એટલો જાડો થઇ ગયો હતો કે તેનાં જાડાપણા માટે તે સોશિયલ મીડિયા પર Troll થવા લાગ્યો હતો.


આ પહેલાં ફરદીન ખાન તેનાં વધેલા વજનને કારણે જ ચર્ચામાં આવ્યો હતો. એક સમય હેન્ડસમ એક્ટર્સની લિસ્ટમાં આવતાં ફરદીન ખાનને વર્ષ 2016માં જ્યારે બહેન લૈલા સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો ત્યારે તેનું વધેલુ વજન જોઇ સૌ કોઇ ચોકી ગયા હતાં. ફરદીન તેનાં વધેલા વજનને કારણે ઓળખવો મુશ્કેલ થઇ ગયો હતો.


હવે જ્યારે તેણે વજન ઘટાડી લીધુ છે અને તેનાં જૂના લૂકમાં પરત આવી ગયો છે તો તેનાં નિકટના લોકોની સાથે સાથે તેનાં ફેન્સ પણ તેનાં બદલાયેલાં અવતારથી ઘણાં જ ખુશ છે.


ફરદીન ખાનની આ નવી તસવીરો સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. ફરદીનની આ સ્લિમ તસવીરો જોઇને એક્ટરનાં ફેન્સ તેમનાં વખાણનાં પૂલ બાંધી રહ્યાં છે. આ યૂઝર્સે ફરદીનની તસવીર પર કમેન્ટ કરતાં લખી રહ્યાં છે કે, -'આપને આ રીતે પરત જોઇને સારુ લાગી રહ્યું છે.'