Home » photogallery » મનોરંજન » હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

Superhit actors who left Filmy career: ગ્લેમર વર્લ્ડમાં આવેલા દરેક સ્ટારને સરળતાથી સફળતાનો સ્વાદ ચાખવા નથી મળતો. પરંતુ કેટલાંક સ્ટાર્સ એવા છે જેમને પહેલા જ પ્રયાસમાં પોતાની મંજિલ મળી ગઇ છે. જો કે તે ઇન્ડસ્ટ્રીમાં વધુ ટકી ન શક્યા અને એક્ટિંગને ગુડબાય કરી દીધું. જી હા, એવા ઘણા સ્ટાર્સ છે જે આ ગ્લેમર વર્લ્ડમાં આવ્યા અને એક સુપરહિટ ફિલ્મ પણ આપી પરંતુ તે પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી. આજે અમે તમને તે સાઉથ સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે હિટ ફિલ્મો આપી હોવા છતાં એક્ટિંગ છોડી દીધી. ઘણા દશકોમાં એવા અનેક એક્ટર્સ છે જેમણે અંગત કારણોસર પોતાના એક્ટિંગ કરિયરને છોડી દીધું. અહીં અમે કેટલાંક એવા જ સેલેબ્સ વિશે વાત કરી રહ્યાં છીએ જે દર્શકો વચ્ચે ખૂબ જ પોપ્યુલર બન્યા હતાં, તેમ છતાં તેમણે પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું. જ્યારે તેમની પાસે ઘણુ બધુ હાંસેલ કરવાનો મોકો હતો. ચાલો તમને જણાવીએ આ એક્ટર્સ વિશે....

  • 15

    હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

    ઋચા ગંગોપાધ્યાય (Richa Gangopadhyay): ઋચા ગંગોપાધ્યાય ડાયરેક્ટર સેલ્વા રાઘવનની ફિલ્મ મયક્કમ એન્નામાં યામિનીના રોલ માટે ખૂબ જ પોપ્યુલર થઇ હતી, જેમાં તેણે ધનુષ સાથે ભૂમિકા ભજવી હતી. તેણે આ રોલ માટે કેટલાક એવોર્ડ પણ જીત્યા છે. બાદમાં તેણે એક્ટર સિંભુ સાથે ઓસ્થે નામની બીજી ફિલ્મ કરી, જે હિન્દી બ્લોકબસ્ટર દબંગની રિમેક હતી. તેમાં જ તે છેલ્લે જોવા મળી હતી અને ત્યારથી તેણે પોતાની જાતને એક્ટિંગથી દૂર કરી લીધી હતી. એક્ટ્રેસે ટ્વિટર પોસ્ટમાં કહ્યું, 'મને માર્કેટિંગનો શોખ હતો અને એમબીએ કરવાનું શરૂ કર્યું, તેથી એક્ટિંગ કરિયર છોડી દીધી.' હજુ પણ દર્શકોના મનમાં યામિનીની છાપ બોલ્ડ પત્નીના પાત્રોમાંથી એક છે તેમ છતાં, એક્ટ્રેસે રિયલ લાઇફમાં પ્રેમાળ પત્ની અને હવે માતા બનવાની જવાબદારી ઉપાડી લીધી છે.

    MORE
    GALLERIES

  • 25

    હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

    અબ્બાસ (Abbas): એક્ટર અબ્બાસ 90ના દશકમાં લીડ એક્ટર હતો. તેણે કધલ દેશમ, મિનનાલે, કંડૂ કોંડેન કંડૂ કોંડેન વગેરે જેવી ફિલ્મોમાં લીડ એક્ટરની ભૂમિકા ભજવી છે. એક્ટર છેલ્લે ફિલ્મ Koના એક સોન્ગમાં જોવા મળ્યો હતો, જે 2011માં રિલીઝ થઇ હતી. પરંતુ તે બાદ તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયો. લોકડાઉન દરમિયાન તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો અને ત્યાં પેટ્રોલ પંપ અને મિકેનિકની દુકાનોમાં કામ કરવા લાગ્યો હતો. તેણે કહ્યું કે તેને આ કરવું પસંદ છે અને એક્ટરનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 35

    હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

    શિવ કુમાર (Shiva Kumar): એક્ટર શિવ કુમાર સુપરસ્ટાર સૂર્યા અને કાર્થીના પિતા છે, જે એક અનુભવી એક્ટર છે. તે 1965માં ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતાં અને તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. તે પછી તે એક સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા. તેમણે આશરે 190 ફિલ્મોમાં કામ કર્યુ અને 2001માં પૂવેલ્લમ ઉન વાસમ સાથે પોતાની છેલ્લી ફિલ્મ દ્વારા એક્ટિંગ કરિયરમાંથી સંન્યાસ લઇ લીધો. એક્ટર ટેલીવિઝન સોપ ઓપેરામાં કેટલીક ભૂમિકા ભજવી રહ્યો હતો પરંતુ પછીથી તેણે તે પણ બંધ કરી દીધું.

    MORE
    GALLERIES

  • 45

    હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

    કલ્યાણી (Kalyani): એક્ટ્રેસ કલ્યાણીએ તમિલ સિનેમામાં બાળ કલાકાર તરીકે પોતાનું ટેલેન્ટ બતાવ્યું. તેણે એક્ટર પ્રભુ દેવા સાથે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેની પહેલી ફિલ્મ અલ્લી થંધા વાનમ માટે ખૂબ પ્રશંસા મેળવી. થોડા વર્ષો પછી તેણે જયમ, ઇનબા અને કેટલીક અન્ય ફિલ્મોમાં કેટલીક પ્રમુખ ભૂમિકાઓ ભજવી. એક્ટ્રેસે ધીમે ધીમે પોતાનું એક્ટિંગ કરિયર છોડી દીધું. ઘણા વર્ષો પછી એક્ટ્રેસ એક નિવેદન સાથે સામે આવી જેમાં તેણે કહ્યું કે તેણે ઇન્ડસ્ટ્રીમાં શોષણ (harassment)નો સામનો કરવો પડ્યો. જેના કારણે તેને આ ઇન્ડસ્ટ્રીમાં રહેવું યોગ્ય ન લાગ્યું. એક્ટ્રેસ હવે પરણિત છે અને બેંગલોરમાં રહે છે.

    MORE
    GALLERIES

  • 55

    હિટ ફિલ્મો આપ્યા બાદ પણ 6 ફેમસ એક્ટર્સે છોડી ફિલ્મી દુનિયા, એકના તો આવ્યા પેટ્રોલ પંપ પર કામ કરવાના દિવસો

    અસિન (Asin): 2007 દરમિયાન અસિનને વિજય, અજિત અને સૂર્યા જેવા લીડ સ્ટાર્સ સાથે અસિનની જોડી ડાયરેક્ટર્સની પહેલી પસંદ હતી. સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ તે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરવા લાગી અને અહીં પણ તેણે જબરદસ્ત હિટ ફિલ્મો આપી. તે બાદ એક્ટ્રેસે 2016માં બિઝનેસ ટાઇકૂન રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા અને પછી તે પોતાની પર્સનલ લાઇફમાં વધુ રસ બતાવવા લાગી. ગજની (તમિલ)માં કલ્પના રૂપે પોતાની ભૂમિકા માટે એક્ટ્રેસ આજે પણ લોકોના દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગજની (તમિલ)ના 15 વર્ષ પૂરા થયાની યાદમાં એક પોસ્ટ શેર કરી હતી. તે હવે તે પોતાની દીકરીના ઉછેર પર જ ધ્યાન આપી રહી છે.

    MORE
    GALLERIES