ખાન સરે 'ધ કપિલ શર્મા શૉ'માં કહ્યું હતું કે ગરીબી વ્યક્તિની સૌથી મોટી શિક્ષક હોય છે. તે વ્યક્તિને તે કરવા અને શીખવા મજબૂર કરી દે છે, જેના વિશે તેણે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય. લાગે છે કે ફેમસ કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover)ની 'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show) માંથી નીકળ્યા બાદ આવી જ હાલત છે. નહીંતર તે ડુંગળી-બટાકા વેચતો કેમ જોવા મળે? કપિલના શૉમાં ક્યારેક ગુત્થી તો ક્યારેક ડોક્ટર ગુલાટીના અવતારમાં જોવા મળનાર સુનીલ ગ્રોવર આજકાલ ડુંગળી-બટાકા વેચતો જોવા મળી રહ્યો છે.
સુનીલ ગ્રોવરે ડુંગળી-બટાકા વેચતા પોતાનો ફોટો શેર કર્યો છે, જેની સાથે આપેલા કેપ્શનમાં લખ્યું છે, 'હમારી અટરિયા.' સુનીલનો આ ફોટો જોઇને લાગે છે કે તે કોઇ ખાસ મિશન પર નીકળ્યો છે કારણ કે તે રસ્તા પર ચાલતા લોકો સાથે પણ વાતચીત કરી રહ્યો છે. તેની સાથે સમય પસાર કરી રહ્યો છે અને તેને એવા કામ કરવાનું મન થાય છે કે સામાન્ય લોકો કરે છે.