ઈમરાનનો સૌથી ખરાબ એક્સપીરિયન્સ: ફિલ્મ 'મર્ડર'નું બોક્સ ઓફિસ પર જેટલું કલેક્શન છે, તેટલા જ આ સ્ટાર્સ વચ્ચેના ઝઘડાના કિસ્સા પણ ચર્ચામાં રહ્યાં છે. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં રેપિડ ફાયર દરમિયાન, ઈમરાને મલ્લિકાને 'સૌથી ખરાબ કિસર' કહી. ઈમરાને કહ્યું હતું કે તેના કરતાં તો તે જેકલીન ફર્નાન્ડીઝને પસંદ કરશે. સાથે જ તેણે મર્ડર 2ને વધુ સારી ફિલ્મ ગણાવી હતી.
જો કે, આ શાબ્દિક યુદ્ધ અહીં અટક્યું ન હતું. કરણ જોહરના શોમાં મલ્લિકા શેરાવતે પણ ઈમરાનના કટાક્ષનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જ્યારે એક ઈન્ટરવ્યુમાં મલ્લિકાને પૂછવામાં આવ્યું કે ઈમરાનની વાત પર તે શું કહેશે? તો એક્ટ્રેસે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો અને કહ્યું હતું - ફિલ્મ 'હિસ'માં કામ કરનાર સાપે તેના કરતા મને વધુ સારી રીતે કિસ કરી હતી.
મલ્લિકાએ ગણાવ્યો ફાલતુ ઝગડો : ઘણા વર્ષો પછી, મલ્લિકા શેરાવતે ખુલાસો કર્યો કે તેમની વચ્ચેનો ઝગડો ખૂબ જ ફાલતુ હતો. એક્ટ્રેસે કહ્યું હતું- 'બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જે ઇચ્છે છે કે જેવા તે સેટ પર આવે તેવી તરત જ તેમને ખુરશી મળે. પરંતુ મેં આવું ક્યારેય કર્યું નથી, તેનાથી વિપરીત, આ બધી બાબતોને લઈને મેં મારા કો-સ્ટાર્સ સાથે ઘણી વાર ઝઘડો કર્યો છે. આ ઝઘડો અમારી ફિલ્મ મર્ડર દરમિયાન થયો હતો. અમે એકબીજા સાથે વાત પણ નહોતી કરી.