

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: વિવેક ઓબેરોય સ્ટાર ફિલ્મ PM નરેન્દ્ર મોદી છેલ્લા ઘણાં દિવસોથી વિવાદોમાં ફસાયેલી છે. ફિલ્મ 5 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી. જે બાદ તેની રિલીઝ ડેટ બદલાઇ અને તે 11 એપ્રિલ થઇ. હવે આ ચૂંટણી માહોલમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવ્યો છે.


ફિલ્મને ટાળવા માટે કોંગ્રેસ સહિત ઘણી રાજકીય પાર્ટીઓએ હાઇકોર્ટનો દરવાજો અને ચૂંટણીપંચનાં દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી પંચે આ મામલે સજ્ઞાંન લેતા ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. હવે આ ફિલ્મને લઇને વધુ એક મોટી ખબર સામે આવી છે. માનવામાં આવે છે. આજે આ ફિલ્મ અંગે અહમ નિર્ણય લેવામાં આવશે.


ચૂંટણી પંચનાં સૂત્રોની માનિયે તો આ ફિલ્મનાં નિર્માતાઓએ માહિતી આપી છે કે, ફિલ્મનાં નિર્માતાઓને સ્ક્રીનિંગમાટે આજે બુધવારે બોલાવવામા આવ્યા છે. માનવામાં આવે છે કે ચૂંટણી પંચ અને બંને ચૂંટણી આુક્ત અને આયોગનાં અધિકારીઓએ ફિલ્મનાં સ્ક્રીનિગની તૈયારી કરવાનાં આદેશ આપી દીધા છે. સંભાવના છે કે ચૂંટણી પંચ આજે ફિલ્મ જુએ.


પંચના અધિકારીઓ તરફથી ફિલ્મનાં નિર્માતાઓએ જાણકારી આપી છે કે, આયોગને ફિલ્મ બતાવવાની તૈયારી કરો. જોકે પંચ તરફથી ફિલ્મ નિર્માતાઓને કોઇ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી.


સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ચૂંટણી પંચે ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે 10 એપ્રીલનાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતાઓને અરજી પર આદેશ આપ્યા છે કે પંચ ફિલ્મ જુએ બાદમા નક્કી કરે કે શું ફિલ્મની રિલીઝ રોકવી યોગ્ય છે કે નહીં. આ મામલે બીજી સુનાવણી 22 એપ્રિલનાં રોજ છે.