

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને અભિનેત્રી જૂહી ચાવલાએ સાથે મળીને બોલિવૂડમાં પગ મૂક્યો હતો. 1988 માં રિલીઝ થયેલી ક્યામત સે ક્યામાતની આમિર અને જૂહી બોલિવૂડની પહેલી ફિલ્મ હતી અને આ બંનેએ તેમની પહેલી ફિલ્મથી ધમાલ મચાવી હતી. તે પછી પણ આ જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, પણ પછી શું થયું કે ફિલ્મ ઇશ્ક પછી બંને ક્યારેય મોટા પડદા પર સાથે જોવા મળ્યા નહીં.


બોલિવૂડ એક્ટર આમિર ખાન અને અભિનેત્રી જૂહી ચાવલાએ સાથે મળીને બોલિવૂડમાં પગ મૂક્યો હતો. 1988માં રિલીઝ થયેલી ક્યામત સે ક્યામાતની આમિર અને જૂહી બોલિવૂડની પહેલી ફિલ્મ હતી અને આ બંનેએ તેમની પહેલી ફિલ્મથી ધમાલ મચાવી હતી. તે પછી પણ આ જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, પણ પછી ફિલ્મ ઇશ્કથી તેવું તો શું થયું કે પછી બંને ક્યારેય મોટા પડદા પર સાથે જોવા મળ્યા નહીં?


તાજેતરમાં ફિલ્મ ઇશ્કને રિલીઝ થયાને 23 વર્ષ પૂરા કર્યા. આ ફિલ્મ 28 નવેમ્બર 1997 ના રોજ દેશભરમાં રજૂ થઈ હતી. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. આમિર અને જુહી ઉપરાંત અજય દેવગન અને કાજોલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતાં.


તમારી સાથે તમામ લોકો તે વાતનું આશ્ચર્ય થયું હતું કે તેવું તો શું બન્યું, ફિલ્મ ઇશ્ક પછી આમિર-જુહીની જોડી બીજી કોઈ પણ ફિલ્મમાં જોવા મળી ન હતી, તો ચાલો તમને આખી કહાની જણાવીએ. ખરેખર, જ્યારે એકવાર સેટ પર ઇશ્ક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે આમિરે જૂહીની મજાક ઉડાવી હતી, જેણે તેમના સંબંધોમાં મોટી તિરાડ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિરે શૂટિંગના સેટ પર જુહીનો હાથ ભાગ્ય જોવા માટે માંગ્યો હતો અને કહ્યું હતું કે તે જ્યોતિષ વિશે જાણે છે. ત્યારે જુહીએ આમિરને તેનો હાથ બતાવવા માટે આપ્યો. પરંતુ આમિરે ભાગ્ય જોવાના બદલે જુહીના હાથ પર થૂંક્યું, જેનાથી તે ખૂબ ગુસ્સે થાય છે. જુહીને આમિરની તે મજાક બિલકુલ પસંદ નહોતી આવી.


આમિરની આ મજાકને કારણે જુહી આ ફિલ્મ છોડવાની ચીમકી પણ આપી હતી. જો કે પાછળથી જેમ તેમ કરીને આ ફિલ્મ પૂર્ણ થઇ હતી. જો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજાથી દૂરી બનાવી લીધી હતી. અને આવું લગભગ 5 વર્ષ સુધી ચાલુ રહ્યું. આમિર અને જુહીએ 5 વર્ષ સુધી એકબીજા સાથે વાત પણ કરી ન હતી, પરંતુ પછીથી શિષ્ટાચાર માટે વાતચીત ચાલી રાખી હતી. જો કે, આ ઘટના પછી બંને ક્યારેય કોઈ પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા ન હતા.