મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત મામલે ડ્રગ્સ કનેક્શન (Drugs Case) સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ધર્માટિક એન્ટરટેઇનમેન્ટનાં પૂર્વ કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Prasad)ની ધરપકડ કરી લીધી છે. ક્ષિતિજ પ્રસાદ પર NCBનો આરોપ છે કે, તેણે 3 મહિનામાં ઘણી વખત ગાંજો ખરીદ્યો હતો. આ વચ્ચે ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad)એ NCB પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ક્ષિતિજ મુજબ, એજન્સી તેમની ઉપર એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor), અર્જુન રામપાલ (Arjun Rampal) અને ડિનો મોરિયા (Dino Morea)નું નામ લેવાં દબાણ બનાવી રહ્યું છે.
ક્ષિતિજ રવિ પ્રસાદ (Kshitij Ravi Prasad) એ તેની અરજીમાં NCB પર આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, 'મારા પર ડીનો મોરિયા, અર્જુન રામપાલ (Arjpun Rampal) અને રણબીર કપૂર (Ranbir Kapoor)નું નામ લેવાંનું દબાણ કર્યું છે. જ્યારે મે તેમને વારંવાર કહ્યું કે, હું આ લોકોને નથી ઓળખતો, મને તેમનાં પર કોઇ જ પ્રકારનાં કોઇ જ આરોપની જાણકારી નથી.'
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ક્ષિતિજનાં વકિલ સતીશ માનશિંદેએ કોર્ટમાં જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા તેમનાં ક્લાયન્ટને કરન જોહરનું નામ લેવા માટે પરેશાન કરવામાં આવતો કહતો. અને બ્લેકમેલ કરવામાં આવતો હતો. ક્ષિતિજ પ્રસાદનાં વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું કે, એજન્સી દ્વારા પૂછપરછ દરમિયાન કરન જોહર અને તેનાં ટોપનાં એક્ઝ્યુકિટીવને ફસાવવા માટે તેમનાં ક્લાયન્ટ પર જોર જબરદસ્તી કરવામાં આવી છે. તેમનાં પર દબાણ કરવામાં આવ્યું છે.