આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' ફિલ્મે સુશાંત સિંઘ રાજપૂતની છીછોરે (Chhichhore)ની ઓપનિંગ કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે. આ ફિલ્મનું બજેટ માત્ર 30 કરોડ રૂપિયા છે. ફિલ્મની પહેલાં દિવસની કમાણીને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મની કમાણીએ જો આજ રફતાર જાળવી રાખી તો ત્રણ દિવસમાં જે તેનાં બજેટની રકમ મેળવી લેશે.