Sandeep Kumar/ નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સ (Drugs) કનેક્શનની એક બાદ એક પરત ખુલી રહી છે. મુંબઇમાં બોલિવૂડ હસ્તીઓની NCB દ્વારા પૂછપરછ માં ઘણાં તથ્ય સામે આવ્યાં છે. પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ શુક્રવારે NCBનાં અધિકારીઓ દ્વારા પૂછપરછમાં સ્પષ્ટ કર્યું કે તે ડ્રગ્સ લેતી નથી. પણ તે એક ખાસ સિગરેટ પીવે છે. જેને 'ડૂબ' કહેવાય છે. તો સવાલ એ થાય છે કે, આખરે આ ડૂબ સિગરેટ શું હોય છે? શું તેમાં કોઇ પ્રકારનાં ડ્રગ્સનો ઉપયોગ થાય છે અને NDPS એક્ટ હેઠળ આ અંગે શું પ્રાવધાન છે?
દિલ્હી પોલીસ (Delhi Police)ની નારકોટિક્સ બ્રાન્ચમાં કામ કરતાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર, ડૂબ એક હેન્ડ રોલ સિગરેટ છે. એટલે કે બજારમાં મળનારી સિગરેટનાં પેપરને જાતે રોલ કરીને તૈયાર કરીને પછી તેને પીવી. નશો કરવા માટે તેનો ઉપયોગ મોટી માત્રામાં થતો હોય છે. આ નશો કોઇપણ પ્રકારનો હોઇ શકે છે. ચાહે તેમાં તમાકૂ રોલ કરવામાં આવે, ગાંજો કે પછી કોકેઇન
દીપિકાએ કહ્યું હતું કે, તેનું આખું ગ્રુપ ડૂબનો ઉપયોગ કરે છે.- રિપોર્ટ અનુસાર, દીપિકાએ NCBનાં અધિકારીઓને પૂછપરછમાં જણાવ્યું છે કે, તેનું આખુ ગ્રુપ ડૂબનો ઉપયોગ કરે છે. જે એક ખાસ પ્રકારની સિગરેટ હોય છે તો તેને જ્યારે પુછવામાં આવ્યું કે, ડૂબમાં ડ્રગ્સ હોય છે તો આ સવાલનાં જવાબમાં તેણે ચુપ્પી સાધી લીધી હતી.
અમિત સાહનીએ કહ્યું કે, આ કેસમાં ક્રાઇમ પ્રૂવ થવા પર સેક્શન 27 લાગૂ થાય છે. જે હેઠળ આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલાં ડ્રગ્સ જો NDPS એક્ટમાં શેડ્યૂલમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે તો સરકારનાં ઓફિશિયલ ગેજેટમાં આપવામાં આવેલી પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં આવે છે તો તેનું સેવન કરનારાને અલગ અલગ પ્રાવધાન હેઠળ 6 મહિના કે એક વર્ષની જેલની સજા થઇ શકે છે.
નારકોટિક્સ કાયદા હેઠળ આ અંગે શું પ્રાવધાન છે?- વકિલ અને એક્ટિવિસ્ટ અમિત સાહની જણાવે છે કે, નારકોટિક્સ ડ્ર્ગસ એન્ડ સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમ 1985 હેઠળ, કોઇ વ્યક્તિ આ પ્રાવધાન અને નિયમ વિરુદ્ધ જઇને કોઇ પ્રકારનું ડ્રગ્સનું સેવન કરે છે, બનાવે છે રાખે છે, તેને ઇમ્પોર્ટ- એક્સપોર્ટ કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે કે, ખરીદે છે તો આ એક્ટનાં ઉલ્લંધન હેઠળ તેને ડ્રગ્સની માત્રા ઓછી હોય તો આરોપીને 6 મહિનાની અને જો મોટી માત્રામાં ડ્રગ્સ હોય તો 10 વર્ષ કે મહત્મ 20 વર્ષની સજા અને બે લાખનો દંડ થઇ શકે છે.