કોરોના મહામારી દરમિયાન લોકડાઉન (Lockdown)ના કારણે મનોરંજન (Entertainment) મેળવવા માટે લોકો ઓટીટી પ્લેટફોર્મ્સ(OTT Platforms) પર નિર્ભર બન્યા હતા. ભારતીય ટીવી સોપ્સ (TV SOPS)માં જેનો અભાવ છે તે બધું જ OTT પ્લેટફોર્મમાં છે. આકર્ષક સ્ક્રિપ્ટીથી લઈને સારા પાત્રો OTT પ્લેટફોર્મની ખાસિયત છે. છેલ્લા એક વર્ષમાં ઓટીટી પ્લેટફોર્મ પરના શો દ્વારા આપણે ઓનર કિલિંગ, મહિલા સશક્તિકરણ, રાજકારણ અને બાયોપિક જેવા નવા અને રસપ્રદ વિષય પર કન્ટેન્ટ જોઇ શકીએ છીએ. તેથી અમે પણ તમારા માટે એવી વેબ સીરિઝનું લીસ્ટ(Top Web Series) લાવ્યા છીએ, જેને તમારે એક વખત જરૂર જોવી જોઇએ.
આશ્રમ - બોબી દેઓલ અભિનીત આ સીરિઝ પ્રકાશ ઝાની છે અને MX પ્લેયર પર સીરિઝ થઈ છે. જેમાં તમને અનેક રોમાંચિત ટ્વિસ્ટ અને ટર્ન સાથે રાજકારણ, લોકશાહી, ધર્મની કહાની જોવા મળશે. આ શોની કહાની કાશીપુર વાલે બાબા નિરાલા (બોબી દેઓલ)ની આસપાસ ફરે છે, જે પોતાને ભગવાન માને છે અને લોકો તેનું આંધળું અનુસરણ કરે છે. ડિજીટલ દુનિયામાં પ્રકાશ ઝાનું ડેબ્યૂ ખૂબ જ એક્શની ભરપૂર અને રસપ્રદ છે.
એસ્પિરેન્ટ્સ - TVF ઓરિજિનલ એસ્પિરેન્ટ્સ એક પ્રેરણાત્મક વેબ સિરીઝ છે જેની કહાની રાજેન્દ્ર નગર, નવી દિલ્હીમાં રહેતા તમામ UPSC ઉમેદવારોના જીવનની આસપાસ ફરે છે. સીરીઝમાં ફ્લેશબેકના દ્રશ્યો તમામ UPSC ઉમેદવારોના સંઘર્ષ અને આશા દર્શાવે છે, જ્યારે વર્તમાન દ્રશ્યો ભૂતકાળમાં કરેલી પસંદગીઓના પરિણામો દર્શાવે છે.
ફેબ્યુલસ લિવ્સ ઓફ બોલીવૂડ વાઇવ્સ - રિયાલિટી શો અભિનેતા નીલમ કોઠારી અને બોલીવુડ હીરોની પત્નીઓ ભાવના પાંડે, મહિપ કપૂર અને સીમા ખાનના જીવનની આસપાસ ફરે છે. ફેબ્યુલસ લિવ્સ ઓફ બોલીવૂડ વાઇવ્સમાં ચાર મિત્રોના સંબંધ અને અભિનેતાઓની પત્નીઓ કેવી રીતે ઉડાઉ જીવન જીવે છે તે દર્શાવે છે. તેમાં તમને કિંગ ખાન અને ગૌરી ખાન પણ કિમીયો રોલમાં જોવા મળશે.
ધ ફેમિલી મેન 2 - ધ ફેમિલી મેનની પહેલી સિઝન જ્યારે વર્ષ 2019માં રીલીઝ થઇ ત્યારથી દર્શકો બીજી સીઝનની રાહ આતુરતાથી જોઇ રહ્યા હતા. મનોજ બાજપેયી, પ્રિયમની અને સમંથા અક્કીનેની પાર્ટ-2માં છે. "ફેમિલી મેન"ની કહાની શ્રીકાંત તિવારી (મનોજ બાજપેયી)ની આસપાસ ફરે છે જે ગુપ્ત રીતે T.A.S.C. માટે ગુપ્તચર અધિકારી તરીકે કામ કરે છે. તેના પરિવાર અને તેના વ્યાવસાયિક જીવનને સંતુલિત કરવા માટેના સંઘર્ષ વચ્ચે તે આતંકવાદીનો સામનો કરે છે.
મહારાણી - આ એક રાજનૈતિક ડ્રામા છે, જેમાં બિહારના શાસક મુખ્યમંત્રી ભીમા ભારતી (સોહમ શાહ)ના જીવનને ચિત્રિત કરાયું છે. જેઓ ઇજાગ્રસ્ત થતા તેની પત્ની રાની ભારતી (હુમા કુરેશી)ને મુખ્યમંત્રી તરીકે જાહેર કરે છે. માત્ર ઘર સંભાળવાથી લઇને મુખ્યમંત્રી બન્યા બાદ રાજનીતિના રસ્તામાં રાનીને પડતી અનેક અડચણો ખૂબ રસપ્રદ રીતે વર્ણવી છે.
મસાબા મસાબા - માતા-પુત્રીની જોડી નીના ગુપ્તા અને મસાબા ગુપ્તા અભિનિત આ શો ફેશન અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આપણું ધ્યાન દોરે છે. સીરીઝમાં મસાબા ગુપ્તા જે પોતાની ફેશન લેબલ ચલાવે છે અને અચાનક તેના ડિવોર્સના ખોટા સમાચારો ફેલાય છે. બીજી તરફ નીના ગુપ્તાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ સારો રોલ નથી મળી રહ્યો કારણે કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉંમરલાયક કલાકારો માટે સારા રોલ બનાવતી નથી.