એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડોક્ટર સ્ટ્રેન્જની અભિનેત્રી ઝારા ફિથિયનને 13થી 15 વર્ષની વયની છોકરીના જાતીય શોષણ બદલ નોટિંગહામ ક્રાઉન કોર્ટે 8 વર્ષની જેલ (Doctor Strange actress Zara Phythian has been jailed) ફટકારવામાં આવી છે. હકીકતમાં માર્વલ સિનેમાની ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જની એક્ટ્રેસ ઝારા ફિથિયનને સોમવારે નોટિંઘમ ક્રાઉન કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્સ અબ્યુઝનો આ કેસ (sexual abuse) વર્ષ 2005 અને 2008નો છે. તેમને 13થી 15 વર્ષની બાળકી સાથે સેક્સ્યુઅલ અબ્યૂઝ કેસમાં દોષી સાબિત ઠેરવવામાં આવ્યા છે. ઝારા ફિથિયનને સોમવારે નોટિંઘમ ક્રાઉન કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને જ્યુરીએ તેને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી.
સેક્સ્યુઅલ અબ્યૂઝની શરૂઆત પ્રી પ્લાન્ડ હતી - માર્કને રડતો જોઇને જજ માર્ક વોટ્સને જણાવ્યું કે, દુર્વ્યવહાર પાછળ પ્રેરક શક્તિ હતી. જજ માર્ક વોટ્સને માર્કને કહ્યું કે, હું તમને દુર્વ્યવહાર પાછળ પ્રેરક શક્તિ તરીકે માનું છું. તમે પહેલી ઘટના વિશે તમામ વિગતો જાણતા હોવા છતા એક સૂતેલા વ્યક્તિ જેવું નાટક કરતા રહ્યા. સજા સંભળાવતી સમયે જજ માર્ક વોટ્સને કપલને કહ્યું કે, તેમનું માનવું છે કે જોઇન્ટ વિક્ટિમના સેક્સ્યુઅલ અબ્યૂઝની શરૂઆત પ્રી પ્લાન્ડ હતી.
36 વર્ષીય વિક્ટર માર્કે 2005થી ત્રણ વર્ષના સમયગાળામાં તેના ઘરે 'મહિનામાં એક કે બે વાર' છોકરી સાથે દુર્વ્યવહાર કરતો હતો. માર્શલ આર્ટ અને તાઈકવૉન્ડોના 'માસ્ટર' માર્કે પછી અલગ-અલગ પ્રસંગોએ લગભગ 20 વખત સ્કૂલની છોકરી સાથે સેક્સ કર્યુ હતું. તેણીની સજા જાહેર થયા પછી ફિથિયનના પરિવારના સભ્યોએ બૂમો પાડીને કહ્યું કે, 'ઝારા અમે તમને પ્રેમ કરીએ છીએ.' જેના જવાબમાં તેણીએ જવાબ આપ્યો: 'હું નિર્દોષ છું, હું તમને બધાને પ્રેમ કરું છું.