Home » photogallery » મનોરંજન » દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ

દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ

સાયરા બાનોએ ટ્વિટ કરી દિલીપ કુમારન સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી સાયરા બાનોએ દિલીપ કુમારનાં ઓફિશિયલ હેન્ડલથી ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 'વ્હોટ્સ એપ ફોરવર્ડ પર વિશ્વાસ ન કરો. બધુ બરાબર છે. આપની દુઆઓ અને પ્રાર્થનાઓ માટે ધન્યવાદ.

विज्ञापन

  • 14

    દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં 'ટ્રેજડી કિંગ' તરીકે પ્રખ્યાત દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર 98 વર્ષે (Dilip Kumar) હોસ્પિટલમાં દાખલ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવારે 6 જૂનનાં સવારે મુંબઇની હિન્દૂદા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર દિલીપ કુમારનાં નિધનની ખબર વાયરલ (Death Rumors Viral On Social Media) વાયરલ થઇ છે. લોકોએ મેસેજ મોકલી દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવવાની શરૂ કરી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 24

    દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ

    જે બાદ આ અફવાઓ પર રોક લગાવવા માટે દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ આગળ આવવું પડ્યું. તેમણે દિલીપ કુમારનાં નિધનની અફવા ઉડાવનારાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સાયરા બાનોએ ટ્વિટ કરી દિલીપ કુમારન સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી સાયરા બાનોએ દિલીપ કુમારનાં ઓફિશિયલ હેન્ડલથી ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 'વ્હોટ્સ એપ ફોરવર્ડ પર વિશ્વાસ ન કરો. બધુ બરાબર છે. આપની દુઆઓ અને પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. ડોક્ટર અનુસાર, તે 2-3 દિવસમાં ઘરે આવી જશે. ઇન્શા અલ્લાહ.'

    MORE
    GALLERIES

  • 34

    દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ


    આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારનાં ટ્વિટર હેન્ડલ દ્વારા તેમનાં હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી આપવામાં આવી હતી. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી તેમને હિન્દૂજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓ ડોક્ટર ગોખલેની દેખરેખ હેઠળ હતાં. દિલીપ સાહબનાં ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતું. તેમને બાઇલેટરલ પ્લયૂરેલ ઇફ્યૂજનની સમસ્યા છે. સાથે જ તેમનું ઓક્સીજન લેવલ પણ ડાઉન થઇ ગયુ હતું. દિલીપ કુમારને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 44

    દીલિપ કુમારનાં ટ્વિટર હેન્ડલ પર આવી હેલ્થ અપડેટ, લખ્યુ- WhatsApp ફોરવર્ડ પર ન કરો વિશ્વાસ

    દિલીપ કુમારને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. ડોક્ટર ગોખલેએ દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેમને નોન ICU વોર્ડમાં રાખવામાં આવ્યાં છે તેઓ વેન્ટિલેટર પર નથી. 2-3 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.

    MORE
    GALLERIES